<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

જંગલેશ્વરમાં બનતા તાજીયા પચ્‍ચીસમાં વર્ષે પણ માતમમાં રહેશે

રઝાનગરના સમસ્‍ત મુસ્‍લિમ સમાજનો એક જ અવાજ

રાજકોટ, તા., ૩: ગુરુવારે રાત્રે ચંદ્રદર્શનથી શરૂ થયેલ મોહર્રમ માસની ઉજવાણી જંગલેશ્વર, ભરતવન, તક્ષશીલા, લેઉવા પટેલ સોસાયટી, મહાત્‍મા ગાંધી સોસાયટી, દેવપરા, સુમરા સોસાયટી, ગોકુલનગર, ગ્રીનપાર્ક, નીલમપાર્ક, નીલકમલપાર્ક, નીલરત્‍નપાર્ક, અંકુરસોસાયટી, આર.એમ.સી. ક્‍વાટર, ન્‍યુ સાગર સોસાયટી વગેરે વિસ્‍તારમાં યાદે કરબલાની શાનમાં થઈ રહેલ છે. આ વિસ્‍તારના અગ્રણીઓ, તાજીયા કમીટી, સબીલ કમીટી, વાએઝ કમીટી, ન્‍યાઝ કમીટીના પ્રમુખો તથા સભ્‍યો વગેરેની રઝાનગરના અલગ-અલગ વિસ્‍તારમાં સબીલો, બની રહેલા તાજિયાઓ તેમજ ન્‍યાઝ કમીટી દ્વારા થઈ રહેલ કાર્યક્રમો તેમજ સબીલ ન્‍યાજે હુસેનનું વિતરણ થઈ રહેલ છે. છેલ્લા રપ વર્ષ થયા જંગલેશ્વર સહીત આ વિસ્‍તારના તાજીયાઓ પોતપોતાના માતમમાં જ રહે છે. અને શાનો શોકતથી ઉજવણી કરે છે. અને આ વર્ષે પણ તાજીયા જંગલેશ્વર વિસ્‍તારમાં માતમમાં રાખી ખભેથી ખભા મીલાવી આ તહેવારને ગમે હુશેનની યાદમાં મનાવશે.

આ ઠરાવ સર્વાનુમતે સહમતીથી પચ્‍ચીસ વર્ષ પહેલા કરવામાં આવેલ. જેને બીરદાવી હંમેશને માટે જંગલેશ્વર વિસ્‍તારના તાજીયાઓ માતમમાં જ રાખવાના છે. આ મોહરમના તહેવારમાં તમામ હિંદુ-મુસ્‍લીમ ભાઇઓ સામીલ થઇ ખભેથી ખભા મીલાવી સાથે રહેવા એક અવાજે સહમતી આપેલ જે મુજબ આગામી વર્ષોમાં પણ આ ઠરાવ મુજબ જંગલેશ્વરમાં બનતા તાજીયાના લાયસંન્‍સ ઇસ્‍યુ કરવા જરૂર મુજબ ભક્‍તીનગર પોલીસ સ્‍ટેશને આગેવાનો હાજર રહી તાજીયા બનાવતા પ્રમુખો તથા સભ્‍યોને સહયોગ આપવા ખાત્રી આપેલ છે. તેમ રહીમભાઇ સોરાની એક યાદી જણાવે છે.

(2:37 PM IST)