<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સરગમ કલબ દ્વારા હરિદ્વારમાં અસ્‍થિ પૂજન : પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.વિજયભાઇ રૂપાણીના અસ્‍થિનું પણ શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે ગંગાજીમાં વિસર્જન

રાજકોટ : સરગમ કલબના ઉપક્રમે હરિદ્વાર મુકામે ગંગાઘાટ પર હરકીપૌડી અસ્‍થીઘાટ ખાતે અસ્‍થિપૂજન-વિસર્જન કરાયુ હતુ. જેમાં  રામનાથપરા મુક્‍તિધામમાં તા. ૧-૧-૨૦૨૫થી ૧૫-૬-૨૦૨૫ સુધીના લાકડા વિભાગ તેમજ વિદ્યુત વિભાગના અંતિમવિધિ થયેલ કુલ ૨૫૦૦ વ્‍યક્‍તિઓના અસ્‍થિ પધરાવવામાં આવ્‍યા હતા. હરિદ્વાર ગંગાઘાટ ખાતે આ તમામ દિવંગત લોકોના નામ લઇ લઇને અસ્‍થિ પધરાવવાયા હતા. બાદમાં સાધુ સંતોને ભોજન તેમજ ચા-પાણી પીવડાવાવી ગંગા નદીમાં સ્‍થાન કરીને પૂણ્‍ય મેળવાયુ હતુ. આ માટે સરગમ કલબનાં કમીટી મેમ્‍બરો પોતાના સ્‍વખર્ચે અસ્‍થિ વિસર્જનમાં જોડાયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના અસ્‍થિઓનું પણ સરગમ કલબના હોદેદારોએ બ્રાહ્મણો પાસે શાષાોકત વિધિ કરાવી ગંગાજીમાં વિસર્જન કર્યુ હતુ. આ સેવાકીય કાર્યમાં ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ કમીટી મેમ્‍બરો રમેશભાઇ અકબરી, નરેન્‍દ્રભાઇ આડેશરા, કનૈયાલાલ ગજેરા, ડો. પંકજભાઇ રાઠોડ, જયસુખભાઇ ડાભી, સુરેશભાઇ દેત્રોજા, દીપકભાઇ શાહ, હરેશભાઇ શાહ, રાજેન્‍દ્રભાઇ શેઠ વગેરે સાથે જોડાયા હતા

(3:57 PM IST)