તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ફાલ્ગુનીબેન પાટડીયાએ બાથરૂમમાં સાડીથી ગળાફાંસો ખાઇ દુનિયા છોડી
યુનિવર્સિટી રોડ જેકે ચોક પાસે તોરલ પાર્કમાં બનાવ : પરિવારમાં અરેરાટી :ત્રણ ભાઇ, બે બહેનમાં નાની અને અપરિણીત હતીઃ કારણ અકળ

રાજકોટ તા. ૩: શહેરમાં આત્મહત્યાની વધુ એક ઘટના બની છે. જેમાં યુનિવર્સિટી રોડ પર તોરલ પાર્કમાં રહેતી યુવતિએ બાથરૂમમાં બારીની ગ્રીલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધુ હતું.
જાણવા મળ્યા મુજબ યુનિવર્સીટી રોડ પર જેકે ચોકથી આગળ આવેલા તોરલ પાર્ક બ્લોક નં-૮૧માં રહેતી ફાલ્ગુનીબેન બિપીનચંદ્ર પાટડીયા (ઉ.વ.૩૧) નામની યુવતિએ સવારે ઘરના બાથરૂમમાં બારીની ગ્રીલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તબિબે તેણીને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, પ્રશાંતભાઇ, ધર્મેન્દ્રભાઇ અને શક્તિસિંહે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.
વધુ વિગતો મુજબ સવારે દશેક વાગ્યે ઘરે હતી ત્યારે ઉપરના રૂમના બાથરૂમમાં ન્હાવા જવાનું કહીને ગઇ હતી. મોડે સુધી બહાર ન આવતાં તેણીના માતા તપાસ કરવા ગયા હતાં અને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ તેણે ન ખોલતાં પરિવારજનોને બોલાવતાં દરવાજો તોડીને જોતાં તેણી લટકતી મળતાં સોૈ અવાચક થઇ ગયા હતાં. તેણીને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો. આપઘાત કરનાર ફાલ્ગુનીબેન બે બહેન અને ત્રણ ભાઇમાં સૌથી નાની હતી. અભ્યાસ પૂરો કરી લીધા બાદ માતાને ઘરકામમાં મદદ કરતી હતી. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. તેણીના પિતા નિવૃત જીવન જીવે છે અને પરિવાર મુળ વાંકાનેરનો વતની છે. (૧૪.૧૦)
(2:41 PM IST)










