<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

રાજકોટ શહેર-જીલ્લામાં આજ સુધીમાં સરેરાશ ૮ ઇંચ વરસાદઃ ત્રણ માનવ મૃત્‍યુઃ૨૬ પશુઓના પણ મોત

તમામ કેસમાં સહાય ચૂકવાઇ ગઇઃ નાગરીકોને સાવચેત રહેવા કલેકટરની અપીલ

 

રાજકોટ તા.૩: જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશે જણાવ્‍યું હતું   રાજકોટ શહેર અને જિલ્લામાં  વરસાદ વરસી રહ્યો છે. અત્‍યાર સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૨૧૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના કારણે જાનહાનિ પણ થઈ છે, જેમાં ત્રણ માનવ અને ૨૬ પશુઓના મળત્‍યુ થયા છે.

વરસાદ સંબંધિત ઘટનાઓમાં મળત્‍યુ પામેલા લોકોમાં રાજકોટ શહેરના રૈયાધાર વિસ્‍તારના દુલાભાઈ બારિયા (ઉંમર ૪૩) અને કિંજલબેન ધંધાણીયા (ઉંમર ૪) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગઈકાલે ઉપલેટામાં મકાન ધરાશાયી થતાં ભાનુબેન મકવાણા નામના મહિલાનું પણ મોત નીપજ્‍યું હતું.

રાજ્‍ય સરકારની યોજના અંતર્ગત મળત્‍યુ પામેલાઓના પરિવારજનો અને પશુપાલકોને સહાય ચૂકવવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. માનવ મળત્‍યુના કેસમાં ત્‍યયેક મળતકના પરિવારને રૂપિયા ૪ લાખ ની સહાય ચૂકવવામાં આવી છે.પશુ મળત્‍યુના કેસમાં ઘેટા-બકરા માટે રૂપિયા ૪,૦૦૦ દૂધાળા પશુઓ માટે રૂપિયા ૩૮,૫૦૦ બિન-દૂધાળા પશુઓ માટે રૂપિયા ૩૨,૦૦૦ નાના પશુઓના મળત્‍યુ કેસમાં રૂપિયા ૨૦,૦૦૦ ની સહાય રાજ્‍ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદની પરિસ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. (૩.૧૪)

(2:48 PM IST)