તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
રવિવારે પૂ.વ્રજેશકુમાર બાવાશ્રીનો જન્મદિનઃ મદમોહનજીની હવેલીમાં મનોરથોની વણઝાર
હેમુ ગઢવી હોલ ખાતે ‘હરિ રાખે તાહિ ડર કા કો'નાટક

રાજકોટઃ આગામી તા.૦૬ને રવિવારે સપ્તમપીઠાધિશ્વર પૂ.પા.ગો. ૧૦૮શ્રી વ્રજેશકુમાર બાવાના જન્મદિવસે મદનમોહન હવેલી, લક્ષ્મીવાડી ખાતે ખાસ કરીને શ્રી નૃસિંહ ભગવાનનું નાટક ‘હરિ રાખે તાહિ ડર કા કો' જે હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯:૩૦ કલાકે રાખવામાં આવેલ છે. આ નાટકમાં મુખ્ય ભુમિકામાં ભજવવામાં આવશે. વૈષ્ણવોએ સહકુટુંબ સાથે બેસીને જોવા જેવું છે. આ નાટકનું માર્ગદર્શન સપ્તમપીઠ યુવરાજ પુ.પા.ગો. ૧૦૮ અનિરૂદ્ધરાય મહોદય કરશે.
કાર્યક્રમ જીતુભાઈ સાવલીયા તથા દિવ્યેશભાઈ સાવલીયાના માર્ગદર્શન હેઠળ વ્રજધામના પ્રમુખ ગોવિંદભાઈ દાવડા, કન્વીનિયર જીતુભાઈ રાણપરા, મંત્રી હિતેષભાઈ રાજપરા, ખજાનચી સુભાષભાઈ શીંગાળા, ખજાનચી હર્ષદભાઈ ફીચડીયા તથા ગૌરવભાઈ અડેસરા, સમીરભાઈ શીંગાળા, અશ્વિનભાઈ વડગામા, વિપુલભાઈ કંસારા, જતીનભાઈ પારેખ તથા ભરતભાઈ કોંઢીયા, પિયુષભાઈ અધેરા જેનિશભાઈ વડગામા વિગેરે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.
વિવિધ ઉત્સવ-મનોરથઃ બપોરે ૧૨:૩૦ કલાકે રાજભોગમાં નંદ મહોત્સવ પલના, બપોરે ૧ કલાક જન્મદિવસની માર્કન્ડેય પૂજા, સાંજે ૬ કલાકે તિલક-કેશરી સ્નાન-ધોતી ઉપરણાં, સાંજે ૭:૧૫ કલાકે શયન દર્શન (સ્થળઃ મદન મોહનજીની હવેલી, વ્રજધામ, લક્ષ્મીવાડી મેઈન રોડ)
(2:43 PM IST)










