<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

રાજકોટ શહેર-જીલ્લામાં જમીન, મકાન, ફલેટની ખરીદી વેચાણમાં મંદીનું મોજુઃ માત્ર ૧ર હજાર દસ્‍તાવેજો થયા

સરકારને ડયુટી-ફીની મળી ૬૬ કરોડની આવકઃ સૌથી વધુ મોરબી રોડ પર ૧૬૭૭ થી નોંધણી

રાજકોટ, તા.૩: રાજકોટ શહેર-જીલ્લામાં જમીન, મકાન, ફલેટની ખરીદીમાં ત્રણ મહિને જુનમાં પણ મંદીનો માહોલ જોવા મળ્‍યો હતો, સબ રજીસ્‍ટાર કચેરીના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જૂન ર૦ર૪ દરમિયાન રાજકોટ જિલ્લામાં કુલ ૧ર.૦૮૮ દસ્‍તાવેજોની નોંધણી થઇ છે, જેનાથી કુલ રૂા. ૯ લાખ ૮૩ હજારની ડયુટીની આવક મળી કુલ રૂા. ૬૬ કરોડ ૭૦ લાખ ની આવક સરકારી તિજોરીમાં થઇ છે, સૌથી વધુ દસ્‍તાવેજ રાજકોટ-ર મોરબી રોડ પર ૧૬૭૭ તો સૌથી ઓછા દસ્‍તાવેજ જામકંડોરણા ક્ષેત્રમાં ૭૯ દસ્‍તાવેજ નોંધાયા છે.

અન્‍ય બાકીના ઝોનમાં નોંધાયેલ દસ્‍તાવેજમાં ધોરાજી ૩૪૯, લોધિકા ૭૧૭, કોટડાસાંગાણી ૪૩૯, ઉપલેટા ૪૦૪ દસ્‍તાવેજો, જસદણ ૩૬૯ દસ્‍તાવેજો, પડધરી ર૧ર, જામકંડોરણા ૭૯ દસ્‍તાવેજો નોંધાયા છે.

આ ઉપરાંત જેતપુર ૬પ૭ દસ્‍તાવેજો, રાજકોટ-૩ રતનપર ૯૩૭, રાજકોટ-૪ રૈયા ૧૦૦૮, રાજકોટ-પ મવા ૬પ૦ દસ્‍તાવેજો, રાજકોટ-૬ મવડી ૧૦પ૬, રાજકોટ-૭ કોઠારીયા ૭પ૦ દસ્‍તાવેજો, રાજકોટ-૮ રૂરલ ૬૯ર, રાજકોટ-૧ ૭૯૯, વિછીયા-૯૪, ગોંડલ ૧૧પ૯ દસ્‍તાવેજો નોંધાયાનું જાહેર કરાયું છે

(2:55 PM IST)