<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

ભરાડ સ્‍કૂલને સંરક્ષણ મંત્રાલય દ્વારા રાજકોટ જિલ્લાની સૌ પ્રથમ સૈનિક સ્‍કૂલની મંજૂરી

સાયન્‍સ અને ટેકનોલોજીના શિક્ષણમાં અવિરત છ દાયકાથી વિશિષ્ટ કાર્ય કરનારા ગિજુભાઈ ભરાડ અને જેની સાથે ત્રણ પેઢીથી જોડાયેલ છે તેવી સંસ્‍થાને સંરક્ષણ મંત્રાલય દ્વારા સૈનિક સ્‍કૂલની મંજૂરીઃ જતીન ભરાડ, રાષ્‍ટ્રીય ધારાધોરણો મુજબ મેદાનો, આવાસો અને વ્‍યાયામ શાળાઓને અપગ્રેડ કર્યા અને આગામી મહિનાથી તેની પ્રવેશ પ્રક્રિયા મેરીટ મુજબ થશેઃ પ્રિયાંક ભરાડ

રાજકોટઃ ભરાડ સ્‍કુલને સૈનિક સ્‍કુલની મંજુરી સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા ગીજુભાઇ ભરાડ, જતીનભાઇ ભરાડ, પ્રીયાંકભાઇ ભરાડ સહિતના નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)(૨.૧૧)

રાજકોટ તા.૩: સમગ્ર સૌરાષ્‍ટ્રના વિદ્યાજગતની આધારશીલા સમાન તથા સૌરાષ્‍ટ્રના હજારો વિદ્યાર્થીઓના ગણિત-વિજ્ઞાનના આદ્યગુરુ ગિજુભાઈ ભરાડનું સદાય એ સ્‍વપ્‍ન રહ્યું છે કે રાજકોટમાં એક સૈનિક સ્‍કૂલ હોવી જોઈએ. ભરાડ સ્‍કૂલ્‍સ અને સંકુલોના વર્તમાન સંચાલક સ્‍વરૂપે જતીનભાઈ ભરાડે આ સ્‍વપ્‍નને સાકાર કરી રાજકોટ માટે સૈનિક સ્‍કૂલની કેન્‍દ્રીય મંજૂરી મેળવીને હકીકતમાં સમગ્ર સૌરાષ્‍ટ્રના વાલીઓ અને વિદ્યાર્થીઓનું સ્‍વપ્‍ન સાકાર કર્યું છે.

આ અંગે આજે ભરાડ સ્‍કૂલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી જતીનભાઈ ભરાડે કહ્યું કે રાજકોટ - ભાવનગર હાઇવે ઉપર આવેલ ભરાડ વિશ્વ વિદ્યાપીઠ કેમ્‍પસને સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગતની સૈનિક સ્‍કૂલ સોસાયટીની વિધિવત મંજૂરી મળી જતાં ચાલુ રશૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી સમગ્ર સૌરાષ્‍ટ્રના મુકુટમાં વધુ એક મોરપિંછ જેમ ગૌરવ ધરાવતી સૈનિક શાળાનો શુભારંભ થશે. ભારત સરકારે દેશમાં એક સો સૈનિક સ્‍કૂલને મંજુરી આપવાની છે. જેમાં ગુજરાતમાં સાત મંજૂર થઈ છે, તેમાં સૌરાષ્‍ટ્રમાં ત્રણ સ્‍કૂલ છે અને તેમાંથી રાજકોટ જિલ્લાની એકમાત્ર સૈનિક સ્‍કુલ ભરાડ સ્‍કૂલને મળી છે.

જતીનભાઈ ભરાડે જણાવ્‍યું કે શ્રી ભરાડ સૈનિક સ્‍કૂલમાં એડમિશન પ્રક્રિયા અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા (AISSEE) દ્વારા હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું કે અમારી શાળાઓમાંથી આજ સુધી હજારો ડોક્‍ટરો અને એન્‍જિનિયરો બન્‍યા છે. ઉપરાંત લાખોની સંખ્‍યામાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ, આર્કિટેકટ તથા મેનેજર કક્ષાના પ્રોફેશનલ્‍સ પણ તૈયાર થયા છે એ સૌની ઉજવળ કારકિર્દી અને મૂલ્‍ય નિષ્ઠ જીવનની બુનિયાદ ભરાડ સ્‍કૂલો કરી રહી છે. અમારી આ વિદ્યાયાત્રામાં હવે આપણા રાષ્‍ટ્રના ભાવિ સંરક્ષકોની પાઠશાળા દ્વારા તેઓનામાં માતળભૂમિની સેવા માટેના ઉચ્‍ચ સંસ્‍કારો પ્રદિપ્ત કરવા એ અમારે માટે પરમ ગૌરવની ક્ષણ છે. આમ પણ શરૂઆતથી જ રાષ્‍ટ્રપ્રેમ એ ભરાડ શાળાઓના સંસ્‍કારનો એક ભાગ રહ્યો છે.

આ નવી ભરાડ સૈનિક સ્‍કૂલ મુખ્‍યત્‍વે રાષ્‍ટ્રીય સંરક્ષણ શિક્ષણ (ડિફેન્‍સ એજ્‍યુકેશન)ની મુખ્‍ય ધારા સાથે જોડાશે. સામાન્‍ય રીતે ભારતીય સૈન્‍યમાં જોડાવાની બાબતમાં ગુજરાતીઓ પાછળ છે. રાજકોટની સૈનિક સ્‍કૂલ આપણને તક આપે છે કે વધુ ગુજરાતીઓ સૈન્‍યમાં ભરતી થવા પાત્ર યોગ્‍યતાઓ આ સ્‍કૂલમાં કેળવે. આ સ્‍કૂલ ગુજરાતીઓ પરના મહેણાંને દૂર કરશે એવી મને આશા છે.

આ પ્રસંગે સંસ્‍થાના વડીલ અને સૌરાષ્‍ટ્રના સારસ્‍વત ક્ષેત્રના વડા  ગિજુભાઈ ભરાડે પત્રકારો સાથે સૈનિક સ્‍કૂલની વિભાવના સ્‍પષ્ટ કરતા કહ્યું કે સૈનિક સ્‍કૂલ માત્ર મિલ્‍ટ્રી, એરફોર્સ કે નેવીમાં જવા માટે જ નથી. સૈનિક સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઘરમાં, સમાજમાં, વ્‍યવસાયમાં એમ બધે શિસ્‍તબદ્ધ રીતે પ્રસ્‍તુત થાય છે. જાણે કે તેમનો આખો અવતાર જ બદલાઈ જાય છે. સામાન્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓ અને સૈનિક સ્‍કૂલના વિદ્યાર્થી વચ્‍ચે આસમાન જમીનનો ફેર હોય છે, એ ફેર એમની નિત્‍ય દિનચર્યા અને જીવનશૈલીને કારણે હોય છે જે એને સૈનિક સ્‍કૂલમાં શીખવા મળે છે. શૈક્ષણિક કે વ્‍યાવસાયિક ક્ષેત્રમાં સૈનિક સ્‍કૂલ એક મોટી ઓળખ છે. ગમે તેટલા ઉચ્‍ચ અભ્‍યાસ કે ડિગ્રીઓ પછી પણ તેઓ સદાય પોતાને સૈનિક સ્‍કૂલના વિદ્યાર્થી તરીકે જ ઓળખાવે છે, એ જ જીવનનું સૌથી ગૌરવાન્‍વિત ગિરિશિખર બની જાય છે.

શ્રી ગીજુભાઇ ભરાડે કહ્યું કે અહીં છાત્રોની મનોશક્‍તિ મજબૂત થાય છે એટલે એકાગ્રતા અને મનોબળ વિકસે છે. આ શાળાના સંચાલનમાં સમગ્ર ગુજરાતની ૧૬૦૦૦ સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કૂલના પ્રમુખ જતીનભાઈ તેમજ અમેરિકાથી ટેકનોલોજીનો ઉચ્‍ચ અભ્‍યાસ કરી અને તેજ કોલેજ ના અધ્‍યાપક તરીકેની જવાબદારી છોડી અહિ રાષ્‍ટ્ર માટે પાછા આવેલ પ્રિયાંકભાઈ તેમજ એક સૈન્‍યના ઓફીસર સાથે જોડાશે.

આ પ્રસંગે ભરાડ વિશ્વ વિદ્યાપીઠના ટ્રસ્‍ટી અને મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી પ્રિયાંક ભરાડે જણાવ્‍યું કે સૈનિક સ્‍કૂલના અનુસંધાનમાં છેલ્લા એક વર્ષથી સતત કેમ્‍પસના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અપગ્રેડ કરવામાં આવ્‍યા છે. રમતના મેદાનો, વ્‍યાયામ શાળા, ટેકનોલોજિકલ સુવિધાઓ પણ રાષ્‍ટ્રીય ધારા-ધોરણ પ્રમાણેના નિર્માણ કરવામાં આવ્‍યા છે. ઉપરાંત સૈનિક સ્‍કૂલની સમાંતર નિવાસી વ્‍યવસ્‍થાનું પણ આધુનિકરણ કરવામાં આવ્‍યું છે. શ્રી પ્રિયાંકભાઈએ વધુમાં કહ્યું કે રાજકોટ જિલ્લાની આ એકમાત્ર સૈનિક સ્‍કૂલ રહેશે. કેન્‍દ્રની નીતિ છે કે એક જિલ્લામાં બીજી સ્‍કૂલ નહી

(3:07 PM IST)