તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાની યોજનામાં રાજકોટ જીલ્લો ગુજરાતમાં ટોપ ફાઇવમાં
કલેકટરની જાહેરાતઃ તમામ તાલુકાના અધીકારીઓને ફિલ્ડમાં ઉતારાયાઃ ૯૫ ટકા કામ પૂર્ણ

રાજકોટ તા.૩: રાજકોટના નવા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર કચેરીએ રાજ્ય સરકારની નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાની યોજના અંતર્ગત રેકોર્ડબ્રેક કામગીરી કરી છે, જેના કારણે રાજકોટ જિલ્લો આ કામગીરીમાં રાજયભરમાં ટોપ ફાઇવમાં આવી ગયો છે.
આ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ૧ ઓગસ્ટ, ૨૦૨૧ થી આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ ૧૦,૯૬૩ ફાઈલો માંથી ૧૦,૩૬૯ ફાઈલોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ ૯૫% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
ડો. ઓમ પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, આ કામગીરીને ઝડપી બનાવવા માટે તમામ તાલુકાઓના અધિકારીઓને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા હતા. જેના પરિણામે માત્ર ચાર દિવસમાં જ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ શકી. હાલ જિલ્લામાં ૯૫% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર ૫% જેટલું કામ બાકી છે, જે મોટાભાગે રાજકોટ તાલુકા વિસ્તારનું હોવાનું તેમણે જણાવ્યું હતું.(
(4:02 PM IST)










