તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
સિવિલ હોસ્પિટલમાં યુ એન મહેતા કાર્ડિયોલોજી ઓપીડીમાં દરરોજ સુપર સ્પેશિયાલિટીની સુવિધા
પ્લાસ્ટીક સર્જન, માથા-ગળા, યુરો સર્જન, કેન્સર, કિડની, ન્યુરો સર્જન, પેટના રોગો, બાળકોના નિષ્ણાંતો સેવા આપશેઃ પીએમએસએસવાય બિલ્ડીંગમાં બીજા-ત્રીજા માળે ઓપીડી

રાજકોટ તા. ૩: શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસવાય બિલ્ડીંગમાં યુ એન મહેતા કાર્ડિયોલોજી વિભાગ શરૂ થઇ ગયો છે. જેમાંઆ બિલ્ડીંગમાં બીજા અને ત્રીજા માળે દરરોજ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ રોગોના નિષ્ણાંતની સેવાનો લાભ દર્દીઓને મળી શકશે.
જાણવા મળ્યા મુજબ બીજા માળે મંગળ અને શુક્રવારે પ્લાસ્ટીક સર્જન ડો. મોનાલી માંકડીયા, ડો. મિનાક્ષી રાવ, ડો. પીનલ પીપળીયા અને આ બે વારે ગળા-માથાના રોગોના નિષ્ણાંત ડો. રાજેશ માકડીયા, સોમ અને ગુરૂવારે યુરો સર્જન ડો. કેતન પંડયા, શનિવારે કીડનીને લગતા રોગોના નિષ્ણાંત ડો. મયુર માકાસણા અને કેન્સરને લગતાં રોગોના નિષ્ણાંત દરરોજ સેવા આપશે.
આ ઉપરાંત ત્રીજા માળની ઓપીડીમાં ન્યુરો સર્જન ડો. અંકુર પાચાણી, ડો. તેજસ ચોટાઇ, ડો. સચીન ભાયાણી, ડો. હરિ પરમાર મંગળ અને શુક્રવારે તથા આ બે વારે ગેસ્ટ્રોલોજીસ્ટ-પેટના રોગોના નિષ્ણાંત ડો. મુકુંદ વીરપરીયા તથા સોમ, બુધ, શુક્રવારે બાળકોના કાર્ડિયોલોજીસ્ટ ડો. રશ્મી જીયાણી અને સોમ-ગુરૂવારે એન્ડોક્રાયનોલોજીસ્ટ ડો. હર્ષ દુગીયા તથાસોમ ગુરૂએ બાળકોના સર્જન ડો. જયદિપ ગણાત્રા તથા મંગળવારે રૂમેટોલોજીસ્ટ-વાના દર્દોના નિષ્ણાંત ડો. ધવલ તન્ના સેવા આપશે. તેમ તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા તથા સિનીયર તબિબ ડો. એમ. સી. ચાવડાએ જણાવ્યુ હતું.
(4:02 PM IST)










