તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
રાજકોટમાં ધોધમાર વરસાદ, પોપટપરામાં BRTS બસ ફસાઈ
રસ્તાઓ પાણી-પાણી થયાઃધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા

રાજકોટ,તા.૩
ધોધમાર વરસાદથી રાજકોટમાં પાણી-પાણી થયું છે. જ્યારે પોપટપરામાં BRTS બસ ફસાઈ હતી. આવામાં બસમાં સવાર લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. ધસમસતા પાણીના પ્રવાહમાં સ્કૂલ બસ નાખતા બસ ફસાઈ હતી. બીજી બાજુ, ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. કેટલાક વાહનો બંધ પડી જતા ધક્કા મારવા પડ્યા હતા. માધાપર ચોકડી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. કેટલાક વાહનો બંધ પડી જતા ધક્કા મારવા પડ્યા હતા. શહેરમાં ધોધમાર વરસાદને પગલે યાજ્ઞિક રોડ પાણીમાં ગરકાવ થયો છે. અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. ધોધમાર વરસાદ ખાબકતા રાજકોટના હાલ બેહાલ થયા છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા શહેરીજનો પરેશાન થયા છે. મહાનગરપાલિકાની પ્રિ મોનસુનની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે. વરસાદી પાણીમાં પોપટપરાનું નાળુ બંધ થયું છે. બંને તરફથી અવરજવર બંધ થઈ છે.
(10:32 PM IST)










