<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ગાંધી સોસાયટીમાં હૃદય બેસી જતાં મ્‍યુ. કોર્પો.ના નિવૃત કર્મચારીનું મૃત્‍યુ

શામજીભાઇ મકવાણાએ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ જુના જાગનાથના શૈલેષભાઇ માંડાણીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૪: હૃદય રોગના હુમલાની વધુ એક ઘટના જીવલેણ નીવડી છે. કોઠારીયા રોડ દેવપરા પાસે ગાંધી સોસાયટી-૧માં રહેતાં મ્‍યુ. કોર્પોરેશન ફિલ્‍ટર પ્‍લાન્‍ટના નિવૃત કર્મચારીનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયું છે.

ગાંધી સોસાયટીમાં રહેતાં શામજીભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.૭૦) રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર મ્‍યુ. કોર્પોરેશનના નિવૃત કર્મચારી હતી. તે ત્રણ બહેન અને ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં ચાર પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં જુના જાગનાથ પ્‍લોટ શેરી નં. ૨૩/૩૫માં રહેતાં શૈલષેભાઇ બચુભાઇ માંડાણી (ઉ.વ.૫૨) ઘરે વહેલી સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે ટૂર્સ ટ્રાવેલ્‍સનું કામ કરતાં હતાં. બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેમને સંતાનમાં એક પુત્રી છે. કેન્‍સરની બિમારી હોવાનું સગાએ કહ્યુ઼ હતું. આ અંગે એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

 

(11:28 AM IST)