<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ફટાકડા પરવાના અંગે રાજયના ગૃહ વિભાગ દ્વારા આકરા નિયમો જાહેર કરાયાઃ દુકાનનું માપ ૯ મીટરથી ઓછુ અને રપ થી વધુ નહી

બાંધકામ ખાસ તપાસવા આદેશોઃ ઇલેકટ્રીક ફીટીંગ દિવાલની અંદર ફરજીયાતઃ ફાયર સેફટીના સાધનોની સ્‍ટાન્‍ડર્ડતા તપાસો : રાજકોટ કલેકટર સહિતના અધિકારીઓ ઉપર પરિપત્ર ઉતારાયોઃ વર્ષમાં એક વખત ઇન્‍સ્‍પેકશન ફરીજીયાતઃ પરવાના રિન્‍યુ અંગે SDMને સતા ઇન્‍સ્‍પેકશન અંગે અધિકારીઓના હોદા ફાઇનલ કરાયા

 

રાજકોટ, તા. ૪: રાજયના ગૃહ વિભાગે ફટાકડા પરવાનગી પ્રક્રિયા અંગે અસરકારક અમલકરણ માટે રાજકોટ કલેકટર તથા અન્‍યોને અનેક મહત્‍વની નવી સૂચનાઓ જાહેર કરી છે.

તાજેતરમાં તા.૦૧-૦૪-૨૦૨૫ ના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની જી.આઈ.ડી.સી.ની ફટાકડાની ફેકટરીમાં અચાનક વિસ્‍ફોટના બનેલ બનાવ અનુસંધાને ઉચ્‍ચકક્ષાની તપાસ માટે રાજ્‍ય સરકાર દ્વારા ખાસ તપાસ દળની રચના કરવામાં આવેલ. ખાસ તપાસ દળ દ્વારા ઉક્‍ત બનાવની ઇન્‍કવાયરી દરમ્‍યાન ફટાકડા સંબંધીત પરવાનાઓને ઇસ્‍યુ/રીન્‍યુ/ઇન્‍સ્‍પેકશન કરતી વખતે તમામ શહેર/જીલ્લાઓ દ્વારા SOP બનાવી અમલ કરવામાં આવે તથા વહીવટીતંત્રની ફટાકડા પરવાના આપવાની પ્રક્રિયા અસરકારક બનાવવા માટે ભલામણો કરવામાં આવેલ છે.

નવા પરવાના ઇશ્‍યુ કરતી વખતે કામગીરીનો સમયગાળો નકકી થવો જોઇએ, જે અરજી મળ્‍યાના ૬૦ દિવસથી વધુનો ન હોવો જોઇએ.

પરવાનાધારક જયારે ફટાકડા વેચાણ અને સંગ્રહ માટે દુકાન માટેના LE-S પ્રકારના પરવાના માટે અરજી કરે ત્‍યારે જો તેના પોતાના નામે અથવા તેના નજીકના વ્‍યક્‍તિના નામે સમાન પ્રકારનો પરવાનો પહેલાથી જ ઇશ્‍યુ થયેલ હોય તેવા કિસ્‍સાઓમાં તેમજ તે ઉપરાંત જો પરવાનાની અરજીમાં દર્શાવેલ સ્‍થળ પર પહેલાથી જ અરજદાર કે તેમના નજીકના વ્‍યક્‍તિ સમાન હેતુસરનો પરવાનો ધરાવતા હોય તો આવા સંજોગોમાં તંત્રએ સદરહુ પરવાનાની અરજીની પ્રક્રિયા દરમ્‍યાન અરજદાર ખરેખર કયા હેતુસર/કારણોસર બીજો પરવાનો મેળવવા માંગે છે તે બાબતની ઊંડાણપૂર્વક વિસ્‍તળત તપાસ કરવી જોઇએ.

બાંધકામના નકશા સાથે બાંધકામની સામ્‍યતા તપાસવી

અરજદાર અરજી સાથે જયારે સ્‍થળનો નકશો રજૂ રાખે છે ત્‍યારે આ નકશો યોગ્‍ય રીતે તૈયાર થયેલ હોય તે બાબતે અરજી સાથેના દસ્‍તાવેજો તપાસતી વખતે ધ્‍યાન આપવું જોઈએ. આ નકશો કોઇ પ્રાઇવેટ એન્‍જીનીયર કે અન્‍ય વ્‍યક્‍તિ દ્વારા તૈયાર થયેલ હોય તો તેના જરૂરી - લાયસન્‍સની વિગતો સામેલ રાખવી જોઈએ.

ઇશ્‍યુ/રીન્‍યુ/ઇન્‍સ્‍પેકશન વખતે પરવાનાવાળા સ્‍થળની સ્‍થળ તપારા દરમ્‍યાન અરજી સાથે જગ્‍યાનો જે મંજૂર પ્‍લાન સામેલ રાખેલ છે તે મુજબ જ બાંધકામ થયેલ છે કે કેમ, તેની યોગ્‍ય રીતે ચકાસણી થવી જરૂરી છે.

ધી એક્ષપ્‍લોઝિવ રૂલ્‍સ, ૨૦૦૮ના નિયમોમાં દર્શાવેલ જોગવાઇઓ અનુસાર કોઇપણ ફટાકડા વેચાણ અને સંગ્રહની દુકાનનું માપ ૯ સ્‍ક્‍વેર મીટરથી ઓછું અને ૨૫ સ્‍કસ્‍ક્‍વેર મીટરથી વધારે ન હોવું જોઇએ. આ બાબતે તંત્રે ચોકકસ ખાતરી કરી લેવી જોઈએ. હાલમાં જે જગ્‍યા પર પરવાના અપાયેલ હોય તે જગ્‍યાઓનું પણ ફરીથી ચેકીંગ કરી બાંધકામ નિયમાનુસાર ન જણાય તો તેવા પરવાનાની સમીક્ષા કરવાની પ્રક્રિયા કરવી જોઇએ.

જગ્‍યા પરનું ઇલેકટ્રીકલ ફિટિંગ દિવાલની અંદર (concealed) હોવું જોઇએ. સ્‍થળ ચકાસણી વખતે આ બાબતની ખરાઈ કરી પંચનામામાં તેની વિગત દર્શાવવાની રહેશે.

ઇશ્‍યુ/રીન્‍યુ/ઇન્‍સ્‍પેકશન વખતે જયારે સ્‍થળ તપાસ કરવામાં આવે ત્‍યારે ફાયર સેફટીના સાધનો (ફાયર એક્ષટિંગ્‍યુશર, પાણી અને રેતી વિગેરે) કેટલા પ્રમાણમાં ઉપલબ્‍ધ છે, ફાયર એક્ષટિંગ્‍યુશરની એકસપાયરી ડેટ કયારે છે, કઈ કંપનીનું કયુ મોડલ છે. સર્ટીફાઈડ સ્‍ટાન્‍ડર્ડનું છે કે કેમ તે તમામ વિગતો સ્‍થળ પરના પંચનામામાં દર્શાવવી જોઇએ.

આગ લાગવાની ઘટના સમયે દુકાનમાં કયા વ્‍યક્‍તિને ફાયર ઈક્‍વિપમેન્‍ટનો ઉપયોગ કરવાની જાણકારી છે. દુકાનમાં તેની શું કામગીરી છે તે અંગેની વિગતો સ્‍થળ તપાસના પંચનામામાં દર્શાવવી જોઇએ.

રીન્‍યુ તેમજ ઇન્‍સ્‍પેકશન વખતેની સ્‍થળ તપાસમાં LE-5 પરવાનાની શરતો મુજબ સ્‍ટોક રજીસ્‍ટર નિયમાનુસાર નિભાવવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે અને તે મુજબની પંચનામામાં વિગતો દર્શાવવાની રહેશે, ઉપરાંત, સ્‍થળ તપાસમાં અનધિકળત રીતે બનાવેલ ફટાકડાનો જથ્‍થો મળી આવે છે તો પરવાનેદાર પર શિક્ષાત્‍મક કાર્યવાહી તેમજ એક્‍સપ્‍લોઝીવ્‍સ રૂલ્‍સ, ૨૦૦૮ અંતર્ગત સંબંધિત નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

હાલમાં એકસપ્‍લોઝીવ્‍સ રૂલ્‍સ, ૨૦૦૮માં LE-5 પરવાના સંબંધે કેટલા સમયગાળામાં જગ્‍યાનું ઇન્‍સ્‍પેકશન થવુ જોઇએ તે સ્‍પષ્ટ રીતે જણાવેલ નથી. ખાસ તપાસ દળની ભલામણ અનુસાર એક વર્ષમાં ઓછામાં ઓછા એક વાર આવી જગ્‍યાની સ્‍થળ તપાસ કરવાની રહેશે. તેનો રીપોર્ટ કલેકટરને મોકલવાનો રહેશે.

એક્ષપ્‍લોઝિવ રૂલ્‍સ, ૨૦૦૮ ના નિયમ ૧૨૮ માં પરવાનાવાળી જગ્‍યાના ઇન્‍સ્‍પેક્‍શનની સત્તા ૧. એક્‍ઝિકયુટીવ મેજીસ્‍ટ્રેટ, જીલ્લા મેજીસ્‍ટ્રેટ અને ૨. પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર થી નીચેના દરજ્‍જાના ના હોય તેવા પોલીસ અધિકારીને આપેલ છે.

પોલીસ સ્‍ટેશન સ્‍તરે તેમજ મામલતદાર કક્ષાએ તેઓના કાર્યક્ષેત્રમાં જેટલા પણ ફટાકડા સંબંધેના પરવાનાઓ આવેલ છે તેનું વિગતવારનું રજીસ્‍ટર યોગ્‍ય રીતે નિભાવવાનું રહેશે. હાલમાં પરવાનાને રીન્‍યુ કરવાની સત્તા સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટને છે. પરવાના રીન્‍યુ થાય ત્‍યારે એસ.ડી.એમ. કચેરી ખાતે નિભાવવામાં આવતા રીન્‍યુ રજીસ્‍ટરમાં નોંધ પાડવામાં આવે છે અને પરવાનાધારકે રજૂ રાખેલ અસલ લાયસન્‍સમાં નોંધ પાડવામાં આવે છે; તે સિવાય અન્‍ય કોઈ પણ અધિકારીને આ બાબતે કોઇપણ માહિતી મોકલવામાં આવતી નથી. જેથી પરવાનો રીન્‍યુ થવા બાબતે અન્‍ય તમામ સ્‍ટેકહોલ્‍ડર્સ પાસે કોઇપણ વિગત ઉપલબ્‍ધ હોતી નથી. એસ.ડી.એમ. તેઓના પરવાના રજીસ્‍ટરમાં નોંધ કરવા ઉપરાંત દરેક રીન્‍યુઅલ બાબતે પોતાની સહીથી રીન્‍યુ હુકમ કરવાનો રહેશે, જેની નકલ તમામ સ્‍ટોક હોલ્‍ડર્સને મળી રહે તે સુનિヘતિ કરવાનું રહેશે.(૬.૧૪)

(2:26 PM IST)