<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

‘અપને પ્‍યાર કે સપને સચ હુએ..' એકટીવી

મ્‍યુઝીકલ ગ્રુપ દ્વારા રવિવારે સંગીતનો નિઃશુલ્‍ક કાર્યક્રમ :૧૯ ગાયકો કુલ ૩૨ થી વધુ ગીતો પિરસશેઃ સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ એકટીવીટી મ્‍યુઝીકલ ગ્રુપ રાજકોટ દ્વારા મ્‍યુઝીકલ સંગીત સદાબહાર ગીતો ‘‘અપને પ્‍યાર કે સપને સચ હુએ..' શિર્ષક હેઠળ તા.૬ના રવિવારે રાત્રીના ૮ વાગ્‍યાથી વિનામૂલ્‍યે સંગીતનો કાર્યક્રમ યોજાએલ છે.

ગાયક કલાકાર આર્ટીસ્‍ટ એન્‍ડ સિંગર ચંદ્રેશ ફીચડીયા, કામિન શેઠ, જયસુખ રાણીંગા, યોગભાઈ પંડયા, સંજયભાઈ લોઢીયા, મહેશભાઈ આડેસરા, રાકેશભાઈ અતુલભાઈ કાલરીયા, નયનાબેન વ્‍યાસ, કામિની રાણપરા, મયુરી પટેલ, નિશા ભટ્ટી, અલ્‍કા કેસરીયા, ચાંદની રાણીગા, આભાબેન શાહ, બિન્‍દુ દોમડીયા, કાશ્‍મીરા રાઠોડ, હિના હિરાણી, લેપટોપ ઓપરેટર કમલેશભાઈ ભાદરીયા, એ.આર.સાઉન્‍ડ આશીષભાઈ રાઠોડ દ્વારા ગીતો રજુ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, જૈન સમાજ અગ્રણી સી.એમ.શેઠ, જયેશભાઈ ઉપાધ્‍યાય, સુરેશભાઈ મારૂ, પી.વી.જાડેજા (પી.આઈ), જીજ્ઞેશ વાગડીયા (પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્‍ટ), મનસુખભાઈ વાવેચા, જયપાલસિંહ જાડેજા, મુલચંદ બાપુ(સિંધી સમાજ), ધર્મેશભાઈ પારેખ, કમલેશભાઈ ધોળકીયા, હેમાંશુભાઈ પારેખ અંકિત ગોલ્‍ડ, કિશોરભાઈ ફિચડીયા, રાધે આર્ટ જીજ્ઞેશભાઈ ફિચડીયા, આશીષભાઈ રાઠોડ, મુનાભાઈ ઠક્કર, ડો.કિશોરભાઈ રાઠોડ, કિરીટભાઈ રાજપરા, ઈતુભાઈ સવાણી, પ્રફુલભાઈ સોનેજી, દિપકભાઈ પરમાર, રાજુભાઈ વ્‍યાસ, દિનેશભાઈ ધમાલ, દિલીપભાઈ સોની, કાશ્‍મીરીબેન રાઠોડ ઉપસ્‍થિત રહેશે.

વિનામૂલ્‍યે આયોજીત સંગીતના કાર્યક્રમમાં લાભ લેવા આમંત્રણ અપાયું છે. ચંદ્રેશ ફિચડીયા, કામિની શેઠ મો.૯૯૨૪૦૭૬૯૧૭, યોગભાઈ પંડયા, મહેશભાઈ આડેસરા, અતુલભાઈ કાલરીયા, વિનોદભાઈ ભટ્ટ, નયનાબેન વ્‍યાસ, મયુરીબેન પટેલ, નિશાબેન ભટ્ટી, બિંદુબેન દોમડીયા, કાશ્‍મીરાબેન રાઠોડ, આભાબેન શાહ, અલ્‍કાબેન કેસરીયા, ચાંદની રાણીગા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર-અભિજીત બગથરીયા) 

(2:36 PM IST)