તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
રાજકોટના એરપોર્ટને સ્વ.વિજયભાઇ રૂપાણીનું નામ આપો : વિનોદ નાગાણી

રાજકોટ તા. ૪ : રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્વ. વિજયભાઇ રૂપાણી નામ આપવા રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ વિનોદભાઇ નાગાણી (મો.૯૭૧૪૦ ૮૦૧૯૪)એ માંગણી ઉઠાવી છે.
તેઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી જણાવ્યુ છે કે વિજયભાઇ રાજકોટના પનોતા પુત્ર હતા. પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અદના કાર્યકર તરીકે પણ સેવાઓ આપી ચુકયા છે. ત્યારે તેમની સ્મૃતિ કાયમી જળવાઇ રહે તે માટે રાજકોટના એરપોર્ટને તેમનું નામ આપવુ ઉચિત રહેશે.
(2:37 PM IST)










