<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

શિક્ષણ એ માત્ર માહિતીનું સાધન નહિ પરંતુ જીવન ઘડવાનું ઉપકરણ છેઃ ડો.ભરત રામાનુજ

દ્રઢ નેતૃત્‍વ, પારદર્શીતા અને વિકાસનો મંત્ર ડો.રામાનુજની આગવી ઓળખઃ શિક્ષણ શાસ્‍ત્રભવનના અધ્‍યક્ષ ડો.ભરત રામાનુજની ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતીપદનો કાર્યભાર સંભાળ્‍યા બાદ ડીગ્રી- શિક્ષણની વિશ્વસયનીયતા તરફ આગેકૂચ

અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના કુલપતી ડો.ભરત રામાનુજ નજરે પડે છે.

રાજકોટ તા.૪: મારા નહી સારાને અપનાવીને સામાપૂરે તરીને સત્‍યને ઉજાગર કરનાર લડાયક- નિડર અને મક્કમ મનોબળથી ગુજરાતના ઉચ્‍ચ શિક્ષણમાં જાણીતા અને શૈક્ષીક સંઘના અગ્રણી મૂળ રાજકોટના ડો. ભરતભાઇ રામાનુજની ભાવનગરના મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિપદે વરણી થઇ છે. કાર્યભાર સંભાળતા જ યુનિવર્સિટીમાં મુલ્‍યવાન શિક્ષણ સાથે ડીગ્રીની વિશ્‍વસનિયતા અને વિકાસની  નવી કેડીનો શુભારંભ થયો છે.

જ્‍યારે કોઈ વ્‍યક્‍તિ પોતાના કાર્યો દ્વારા નવા ધોરણો ઊભા કરે, સંસ્‍થાને નવા શિખરો પર પહોંચાડે અને સમગ્ર તંત્રમાં નવી ઉર્જાનો સંચાર કરે, ત્‍યારે તેમને ફક્‍ત શૈક્ષણિક કે વહીવટી નેતા નહીં, પરંતુ એક પ્રેરણારૂપ પ્રતિભા કહેવામાં આવે છે. આવીજ પ્રભાવશાળી અને આગવી યાત્રાના ધારક છે - મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. ભરત રામાનુજ.

એપ્રિલ ૨૦૨૫માં મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે શ્રી રામાનુજએ પદગ્રહણ કર્યુ ત્‍યારે માત્ર પદ નહીં, પણ મહાન જવાબદારીનો દાયિત્‍વ ભરપૂર રીતે સંભાળ્‍યો. તેઓએ માત્ર ટૂંકા ગાળામાં શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે સંસ્‍થાના વિકાસને માત્ર નવી દિશા આપી નહીં, પણ યુનિવર્સિટી તંત્રમાં આશાની નવી કિરણ જગાવી છે.

વિશિષ્ટ પળષ્ઠભૂમિ : જે નેતળત્‍વનો આધાર બની

શ્રી રામાનુજ શિક્ષણક્ષેત્રના સિદ્ધ દિગ્‍ગજ છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે શિક્ષણશાષા ભવનના અધ્‍યક્ષ, સેનેટ અને સિન્‍ડિકેટ સભ્‍ય, શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે તેમની નોંધપાત્ર સેવાઓ રહી છે. મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી, હૈદરાબાદના સભ્‍ય, NCTE-WRC, દિલ્‍હી અને રાષ્‍ટ્રીય સ્‍તરની એકેડેમિક કમિટીઓમાં સક્રિય સદસ્‍ય રહીને તેમણે રાષ્‍ટ્રીય નીતિ નિર્માણમાં પણ યોગદાન આપ્‍યું છે.

દ્રઢ નેતૃત્‍વ અને દિશાસુચક આયોજન

પદ સંભાળતા સાથે જ તેમણે યુનિવર્સિટી વહીવટમાં પારદર્શિતા, ઝડપી નિર્ણય ક્ષમતા અને જવાબદારીવળત્તિને કેન્‍દ્રમાં રાખીને કાર્ય શરૂ કર્યું. માત્ર એક અઠવાડિયામાં કોન્‍વોકેશન કાર્યક્રમનું સુપ્રબંધિત આયોજન કરી રાજ્‍યપાલશ્રી, કેન્‍દ્રીય મંત્રીશ્રી, રાજ્‍યના શિક્ષણ મંત્રીશ્રી તથા ધારાસભ્‍યોની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમને ભવ્‍યતાપૂર્વક પૂર્ણ કરવો એ તેમના કાર્યક્ષમતા અને પ્રબળ સંગઠનક્ષમતા દર્શાવે છે.

વ્‍યવસ્‍થિત વહીવટનું મોડેલ

અંદાજે દાયકાથી પણ વધુ સમયથી યુનિવર્સિટી તંત્રમાં કેટલીક ચોક્કસ મિટિંગ્‍સ અને નિર્ણય પ્રક્રિયાઓ સમયસર થતા નહોતા. શ્રી રામાનુજએ યુનિવર્સિટીનું ચાર મહિના માટેનું અગાઉથી ઘોષિત સત્તામંડળ મીટિંગ્‍સનું સમયપત્રક જાહેર કરીને ઐતિહાસિક પહેલ કરી છે. માત્ર સમયપત્રક નહીં, પરંતુ મિનિટ્‍સ અને નિર્ણયો પણ તે જ દિવસે જાહેર કરવાનો અભિગમ તેમની કાર્યપદ્ધતિમાં પારદર્શિતાનો ઉત્તમ દાખલો છે.

કર્મચારીઓ માટે માનવીય દૃષ્ટિકોણ

વિષમ પરિસ્‍થિતિમાં વર્ષોથી અટવાયેલી કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપીને તેમણે યુનિવર્સિટીના આસિસ્‍ટન્‍ટ ટાઈપીસ્‍ટ અને અન્‍ય અગત્‍યના કર્મચારીઓની ન્‍યાયી પ્રક્રિયા પૂર્ણ કરી. પરિણામે, સંસ્‍થા-સર્જકોમાં નવી આશા, નૈતિક ઉર્જા અને વિશ્વાસનો ભાવ ઊભો થયો. યુનિવર્સિટીના સ્‍થાપના દિવસ પર કર્મચારીઓને સન્‍માનિત કરવા, ખેલકૂદના શ્રેષ્ઠ ખેલાડીઓને પુરસ્‍કળત કરવા અને સમગ્ર શૈક્ષણિક સમાજમાં ઉત્‍સાહ ફેલાવવાનો ઉત્‍કળષ્ટ ઉદાહરણ તેમણે આપ્‍યું.

શૈક્ષણિક ગુણવત્તા માટે નવી દિશા

રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ના અમલીકરણ માટે શ્રી અતુલભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ શિક્ષકોને તાલીમ આપી - અને સંસ્‍થામાં ગુણવત્તાયુક્‍ત શિક્ષણનું માળખું ઘડી કઢાયું. રૂ.૧૦ કરોડની  રુસા યોજનાનો ઉપયોગ શિક્ષણ, સંશોધન, ટેકનોલોજી, લાઇબ્રેરી સુધારણા માટે કરીને ભવિષ્‍યની યુનિવર્સિટીનું માળખું  શરૂ કર્યું.  IQAC ની પુનઃરચના, રિસર્ચ એન્‍ડ રેગ્‍યુલેશન કમિટીઓ, અને વિવિધ શૈક્ષણિક વિભાગોમાં દ્રષ્ટિસંપન્ન પરિવર્તન દ્વારા યુનિવર્સિટીને NIRF અને NAAC મૂલ્‍યાંકનની માટે પ્રથમ પગથીયું શરૂ કર્યું

ગુજરાત સ્‍તરે પ્રથમઃ CAS ની આગવી પહેલ

ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં પ્રથમવાર શ્રી રામાનુજએ UGC માર્ગદર્શિકા મુજબ સિનીયર પ્રોફેસરો માટે CAS (Career Advancement Scheme) અમલમાં મુકીને સમગ્ર રાજ્‍યમાં સબળ નેતળત્‍વનું પરિચય આપ્‍યો. તેમનું આ પગલું અન્‍ય યુનિવર્સિટીઓ માટે માર્ગદર્શક સાબિત બન્‍યું છે

નિષ્‍કર્ષઃ યુનિવર્સિટીના વિઝનરી માર્ગદર્શક

શ્રી ભરત રામાનુજ માત્ર કુલપતિ નથી - તેઓ એક વિચારશીલ માર્ગદર્શક છે, જેઓ દરેક નિર્ણયને ‘‘વિઝન'', ‘‘અનુભવ'' અને ‘‘માનવકેન્‍દ્રીત અભિગમ'' સાથે જોડે છે. મહારાજા કળષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તેમના નેતળત્‍વ હેઠળ ગૌરવપૂર્ણ વિકાસની નવી યાત્રા પર આગળ વધી રહી છે.

‘‘શિક્ષણ એ માત્ર માહિતી આપવાનું સાધન નહિ - તે જીવન ઘડવાનું ઉપકરણ છે. અને શ્રી રામાનુજ એ ઘડતરકાર તરીકે પોતાનું નામ શિલાલેખમાં લખાવી ચૂકયા છે.''

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં સળંગ ૩૧ વર્ષ સુધી સેનેટપદે ડો.રામાનુજનો કિર્તીમાન

રાજકોટઃ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ૧૯૯૨થી ૨૦૨૩ સળંગ ૩૧ વર્ષ સુધી સેનેટસભ્‍ય તરીકે ડો.ભરત રામાનુજે જવાબદારી સંભાળી સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં આટલા લાંબા ગાળા સુધી સેનેટ સભ્‍યની જવાબદારી સ્‍વીકારી હોય તેવો પ્રથમ દાખલો છે.

એટલું જ નહીં પરંતુ શિક્ષણ વિદ્યાશાખામાં ત્રણ ટર્મ સુધી ડીન તરીકે જવાબદારી સંભાળી ઉપરાંત કોઇ અધ્‍યાપક આ ફેકલ્‍ટીમાં ડીન થયા હોય તેવો પ્રથમ દાખલો ઉપરાંત સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું સર્વોચ્‍ય સતામંડળ સિન્‍ડિકેટમાં પણ ચાર ટર્મ સુધી જવાબદારી સંભાળી છે.કાલે અખીલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રામાનુજનું અભિવાદન

રાજકોટઃ અખીલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ યુનિવર્સીટી અને કોલેજ સંવર્ગ અને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટી દ્વારા મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી યુનિવર્સીટીના કુલપતી ડો.ભરતભાઇ રામાનુજનો ભવ્‍ય અભિવાદન સમારોહ યોજાયો છે. જેમાં ડો.ઉત્‍પલ જોશી, અતુલભાઇ ઉનાગર, સંજીવભાઇ ઓઝા સહિતના ઉપસ્‍થીત રહેશે.(૨.૧૫)(૨.૧૫)૨.૧૪)

 

સ્‍વ. વિમલ પરમારના ૩૩માં જન્‍મદિનની મહારકતદાન કેમ્‍પ સાથે સેવામય ઉજવણી : ૩૦૦થી વધુ બોટલ રકત એકત્ર

રાજકોટ : ભાજપ વિધાનસભા-૬૮ (પૂર્વ), સમસ્‍ત કોળી સમાજ અને સ્‍વ. વિમલભાઇ પરમારના મિત્રવર્તૂળ દ્વારા શહેર ભાજપના ઉપપ્રમુખ રમેશભાઇ પરમારના પુત્ર સ્‍વ. વિમલ પરમારના ૩૩માં જન્‍મદિન નિમિતે આર્યનગર કોમ્‍યુનીટી હોલ પેડક રોડ ખાતે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરાયુ હતુ. આ કેમ્‍પના અધ્‍યક્ષસ્‍થાને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી તથા સાંસદ પરષોતમભાઇ રૂપાલાએ ઉપસ્‍થિત રહી રકતદાન કેમ્‍પ ખુલ્લો મુકયો હતો. આ તકે ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ ડે. મેયર વલ્લભાઇ દુધાત્રા, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, શહેર ભાજપના હોદેદારો, વોર્ડ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, પ્રભારી, મહામંત્રી પૂર્વ હોદેદારો, સમસ્‍ત કોળી સમાજના આગેવાનો, સ્‍વ. વિમલભાઇના જીગરજાન મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા. આ મહારકતદાન કેમ્‍પમાં ૩૦૦ થી વધુ બોટલ રકત એકત્ર  થયુ હતુ. જે જરૂરતમંદ દર્દીઓ માટે અર્પણ કરવામાં આવેલ. આ તકે રમેશભાઇ પરમારે જણાવેલ કે મારા પુત્ર સ્‍વ. વિમલ પરમારના જન્‍મ દિવસ નિમિતે સતત ત્રીજા વર્ષે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરી રકતદાન એટલે કોઇને જીવનદાન મંત્ર સાકાર કરી સાચા અર્થમાં શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી છે. ત્‍યારે આ સેવાકાર્યમાં સહભાગી થનાર સૌનો હું આભાર વ્‍યકત કરૂ છુ. સમગ્ર મહારકતદાન કેમ્‍પને સફળ બનાવવા પરમાર પરિવાર, વિધાનસભા-૬૮ ભાજપ અને સમસ્‍ત કોળી સમાજ, વિમલભાઇના જીગરજાન મિત્ર મંડળે જહેમત ઉઠાવી હતી. 

(2:38 PM IST)