<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ફેસબૂકમાં ૧૦ની નવી નોટો આપવાની પોસ્‍ટ મુકી ગઠીયાએ કાકા-ભત્રીજાને ૩૦ હજારનો ચૂનો લગાવ્‍યો

મટુકી પાસે મળવા બોલાવી રોકડા લઇ ‘હમણા આવુ' કહીને છૂ થઇ ગયોઃ જંગલેશ્વરના ધર્મેશભાઇ પીઠડીયાની ફરિયાદઃ તાલુકા પોલીસે શકમંદ શખ્‍સની પુછતાછ હાથ ધરી

રાજકોટ તા. ૪: સોશિયલ મિડીયા પર અલગ અલગ પ્રકારની લલચામણી પોસ્‍ટ મુકી લોકોને છેતરવામાં આવતાં હોય છે. દરમિયાન કાકા-ભત્રીજાએ ફેસબૂકમાં ૧૦, ૨૦ની છુટી નોટો મેળવવા માટે સંપર્ક કરવો એવી પોસ્‍ટને આધારે ફોન કરતાં ગઠીયાએ બંનેને પુનિતના ટાંકા પાસે બોલાવી ૩૦ હજારની બાધી નોટ લઇ જઇ હમણા જ ૧૦ની નવી નોટોના બંડલ લઇને આવે છે તેમ કહીને ત્‍યાંથી નીકળી ગયા બાદ ફોન બંધ કરી દેતાં બંનેને છેતરાઇ ગયાની ખબર પડી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે જંગલેશ્વર-૧ શાળા નં. ૭૦ સામે રહેતાં ધર્મેશભાઇ નટુભાઇ પીઠડીયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે. પોલીસે શકમંદને શોધી કાઢી પુછતાછ હાથ ધરી છે.

ધર્મેશભાઇ પરિવાર સાથે રહે છે અને  મજુરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે ગત ૨૩/૬ના રોજ બપોરે ત્રણેક વાગ્‍યે ભત્રીજા પાર્થે ફેસબૂકમાં ૧૦, ૨૦ની છુટી નોટોનો પોસ્‍ટ જોઇ હતી. આથી મારા ભત્રીજાએ ૧૦ હજારની છુટી નોટ માંગી હતી. પણ પોસ્‍ટ મુકનારે તમારે ઓછામાં ઓછા ૪૦ હજારની છુટી નોટો લેવી પડે તેમ કહી મારા ભત્રીજાનો ફોન નંબર માંગતા તેણે આપ્‍યો હતો. એ પછી એ કશખ્‍સે મારા ભત્રીજાને ફોન કરતાં મારા ભત્રીજાએ ૩૦ હજારના છુટા જોઇએ છે તેમ કહેતાં આ વ્‍યક્‍તિાએ સાંજે સાતે  વાગ્‍યે મવડી ચોકડીએ આવજો તેમ કહ્યું હતું.

આ પછી સાંજે આઠેક વાગ્‍યે તેણે ફોન કરી પોતે અન્‍ય કામમાં હોવાથી નહિ આવી શકે તેમ કહ્યું હતું. બીજા દિવસે ૨૪/૬ના રોજ સવારે દસેક વાગ્‍યે બે વખત એ શખ્‍સે ફોન કર્યો હતો. પણ ભત્રીજો પરિક્ષામાં હોઇ જેથી તેણે ફોન ન ઉપાડતાં બપોરે બે વાગ્‍યે ફરીથી ફોન આવતાં અને પુનિતનગરના ટાંકા પાસે મને બોલાવતાં હું અને મારો ભત્રીજો ત્‍યાં જતાં સવા ત્રણેક વાગ્‍યા આસપાસ ફોન કરનાર વ્‍યક્‍તિ આવ્‍યોહ તો અને અને અમને મટુકી રેસ્‍ટોરન્‍ટ પાછળની શેરીમાં લઇ ગયો હતો અને કહ્યું હતું કે તમને મને બાધા આપો હું હમણા જ છુટા લાવીને આપું તેમ કહેતાં અમે વિશ્વાસ રાખી ૩૦ હજાર રોકડા આપી દીધા હતાં. એ પછી એ શખ્‍સ શનેશ્વર પાર્કવાળી શેરીમાં ગયો હતો અને દસેક મિનીટ સુધી ન આવતાં ફોન કરતાં તેણે થોડીવારમાં આવે જ છે તેમ કહ્યું હતું. પરંતુ એ પછી અમે સતત બે વખત ફોન કરતાં તેણે અલગ અલગ બહાના બતાવ્‍યા હતાં અને છેલ્લે તે ફોન સ્‍વીચ ઓફ કરી ભાગી ગયો હતો. આ રીતે ફેસબૂકમં તેણે છુટા પૈસાની પોસ્‍ટ મુકી મને અને મારા ભત્રીજાને  બાધા રૂપિયા સામે ૧૦ની નોટો આપવાની વાત કરી રૂબરૂ બોલાવી અમારી પાસેથી ૩૦ હજાર લઇ ભાગી ગયો હોઇ અમે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ધર્મેશભાઇએ કહેતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. ભોજભાઇ મોભે ગુનો દાખલ કર્યો છે. પોલીસે શકમંદને શોધી કાઢી વિશેષ પુછપરછ હાથ ધરી છે.

(2:43 PM IST)