<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

રાજકોટની આતુરતાનો અંતઃ આજે રાત્રે ૯:૩૦ વાગ્‍યે હેમુગઢવી હોલ ખાતે ‘સમુદ્રમંથન નાટક'નો શો

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ લઈને આવ્‍યા છે સમુદ્રની સફરે લઇ જતું અદભુત ગુજરાતી નાટકઃટિકિટ બુકિંગ હેમુ ગઢવી હોલની ટિકિટ વિન્‍ડો પરથી મેળવી લેવા અનુરોધ

 રાજકોટઃ તા.૪, જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે, અદિતિ દેસાઈ દિગ્‍દર્શિત,આરજે દેવકી લિખિત અને દેવકી તથા અભિનય બેંકરઅભિનીત ,મૌલિક મ્‍યુઝિકલ ગુજરાતી નાટક સમુદ્ર મંથન આજે મંચસ્‍થ થવા જઈ રહ્યું છે ત્‍યારે રાજકોટએ ટિકિટ માટે પણ અપૂર્વ ધસારો દેખાડ્‍યો છે. આવા અત્‍યંત ખર્ચાળ પરંતુ પારંપરિક રૂઢિઓથી અલગ ચાલતા નાટકો માટે પોરબંદર, અમદાવાદ,અમરેલી, મોરબી, ભાવનગર, જામનગર , વાંકાનેર વગેરે સૌરાષ્‍ટ્ર ના ખુણે ખૂણેથી લોકો ટિકિટો બુક કરાવી નાટક જોવા આવી રહ્યા છે તે જસૌરાષ્‍ટ્રવાસીઓ ની કલા-પ્રિયતા દેખાડે છે !

સમુદ્ર મધ્‍યે વહાણ. પ્રેક્ષકો વચ્‍ચે દરિયાના મોજાના આભાસ સાથે ખારવાઓ ગાતા જાય અને પડદો ખુલે ! રંગમંચ ના પાછલા ભાગેઊંચાઈ પર વચ્‍ચોવચ્‍ચ લાકડાનું આબેહૂબ મોટું સુકાન નજરે પડે. સુકાની છે - કસાયેલ દેહ ધરાવતો ,પહોળી છાતીનો , શ્‍યામવર્ણી ખારવો- મીઠું. કયારેક લાંબેડગલે મોટું દૂરબીન ઉપાડે અને સમુદ્ર પાર દૂર-દ્રષ્ટિ નાખે. ઉપર લઇ જતી બે બાજુ બે સીડી છે. નીચે ભોયરાનો ઓરડો દેખાય.ફાનસ, બાલ્‍દી , ડબ્‍બા, ડ્રમ, દોરડાં વગેરે ઘણું અને દીવાલ પર  દિવસો ગણેલા તેના આંકા, નીચે રંગમંચ પર પ્રેક્ષકો ની બિલકુલ સામે, સામાન્‍ય રીતે રહેતી અભિનય માટેની જગ્‍યા ! સતીશ સુથાર ની નિヘેત છતાં જીવંતતા ની ક્ષમતા ધરાવતી, એક પાત્ર જેવી, સાચે જ અપૂર્વ મંચસજ્‍જા ને તાળીઓથી વધાવવાનું મન થાય.

ગુજરાતીરંગભૂમિજેનોપ્રાપ્‍યત હોવા  છતાં  સૌથી ઓછા ેઉપયોગ કરે છે તે છે ટેક્રોલોજી! સમુદ્ર મંથનએક  એવું નાટક છે જેમાં નાટકના ચીલાચાલુ અને વર્ષાથી લગભગ દરેક નાટકોમા ંવપરાતા પરંપરાગત સેટમાંથી બહાર નીકળી,કૈક નવા પ્રકારના પ્રકારનો સેટ બનાવવાનો આગ્રહ રખાયો અને એક આખે આખા વહાણની રચના સ્‍ટેજ પર કરી તેને સદ્ધિ પણ કરાયો. નાટકને કંટાળાજનક થતું અટકાવવા પરાણે ઘુસાડવામાં આવતા ગીતોની જગ્‍યાએ અહી પરસ્‍થિતિને અનુરૂપ વાર્તા આગળ લઇ જવા માટે તો છે. નાટકમાં ઉત્‍કૃષ્‍ટ  પ્રર્ણય દશ્‍યો અને સુંદર નૃત્‍યો વણીલેવામાં આવ્‍યા છ

બહાર ઘૂઘવતો દરિયો, વહાણ મધ્‍યે અભિનયકક્ષમાં ખડતલ ખારવાઓના આંખે વસી જાય એવા જોમભર્યાં દ્રશ્‍યો. નાટયસંઘર્ષની શકયતાઓ ત્‍યારે વર્તાય છે જયારે પુરુષવેશે છુપાઈને રેહવાની તૈયારી સાથે, મીઠુની પત્‍ની કબિનો પડછંદ મરદો વચ્‍ચે રહસ્‍યમયપ્રવેશ થાય. પેઢીઓથી ચાલી આવતી માન્‍યતા છે કે  ‘ષાી'વહાણ પર ન અવાય ,અમંગળ થાય , પરંતુ આ કબિ જુદી માટીની બનેલી છે. અમંગળ ને બદલે મંગલ લાવે એવી. ભણેલી , શિક્ષિકા પણ રહી ચુકેલી બિન્‍દાસ યુવાન ખારવણ. -વેશ સાથે ઝળકે છેઅને અંત સુધી વિવિધ દ્રશ્‍યોમાં તે પ્રણય અને રોમાન્‍ચ , કુતુહલ, હિમ્‍મત , વિષાદ, ઠંડો આત્‍મવિશ્વાસ,પડકાર, વિજય અને વાત્‍સલ્‍યના ભાવો સાથે અને મીઠુની ‘દરીયાબાપ'ના વિશાલ હૃદયની શીખ જીવન માં ઉતારનારી વ્‍યક્‍તિ તરીકે કેન્‍દ્રમાં રેહવાની છે.

અભિનય સાહજિક રીતે હાથવગો તો અભિનય બેંકર ને જે કપ્તાન મીઠુ  બન્‍યો છે. અદ્દલ દરિયાખેડું કપ્તાન ખારવો લાગે. નાજુકપળોમાં મીણ જેવો તે પાત્રમાં એકમય છે. દેવકી એની બરોબરી કરે છે. ભુદા તરીકે વૈનત તેના શક્‍તિશાળી અવાજ થી ધ્‍યાન ખેંચે છે, તો થોડો અનુભવી ગૌરાંગ તેની માર્યાદિત ભૂમિકામાં પણ યાદ રહી જાય તેવો છે. ખારવાઓ નું વળંદ ઉત્‍સાહ અને આનંદ સાથે એકસૂત્રે બંધાઈ રહે છે. નળત્‍યદ્રશ્‍યો ની જેમ આબેહૂબ સંનિવેશએ નાટક માટે આકર્ષણ જન્‍માવ્‍યું છે. નાટય અંતર્ગત સંગીતે તેને સંગીતીકા બનાવી છે. નાટકે યુવા પ્રેક્ષકોની કલ્‍પના ઉત્તેજી છે.  અગાઉ મુખ્‍ય પ્રવાહનાં નાટકોથી દૂર રહેતો થયેલો આ વર્ગ એમાં રસ લેતો થયા છે

દિલ ને અડી જાય તેવા પ્રવાહી પ્રણય દ્રશ્‍યો, સમુદ્ર અને ખારવાઓ ને સાંકળતા ગીત અને નળત્‍યો - વર્ષો થી અતિ લોક-યિ અમેરિકનથીએટરપ્રકાર બ્રોડવે મ્‍યુઝિકલ્‍સની યાદ અપાવે છે. હાર્વર્ડ માં અભ્‍યાસ કરી આવેલી એક બહેન કહે છે કે બિલકુલ સાચી વાત , બ્રોડવે નો ટચ છે અહીં !

પ્રણયદ્રશ્‍યો અગાઉ રંગમંચ પર જોયા ન હોય તેવા. નાજુક અને મધુર ખરાં , પણ આવેગપૂર્ણ& ઉછળતા મોજા જેવો પ્રેમ.  તેની નજરેપડતી અભિવ્‍યક્‍તિ નિર્ભીકપણે અતિ આધુનિક અને છતાં કલાત્‍મક રીતે સંયમિત  ફિલ્‍મી નળત્‍યસંયોજનોની જેમ બદલાતા રહેતા, જકડી રાખતા દ્રશ્‍યો. બુલંદી ગીતો અને નળત્‍યો ખડતલ સમૂહ-જીવન નો એહસાસ આપે. કરામત પૂર્વક પ્રક્ષકો વચ્‍ચે રહીને પણ ખારવાઓ એનો સ્‍પર્શ આપે. અનુભૂતિ મળે જીવન ની નાજુક પળોની અને તેનાં  મૂલ્‍યોની. નાટક નોખું પડે છે, તે જેટલું એના થી એટરથી મનોરંજન દ્વારા, તેટલું એના નાટયથી અનુભૂતિદ્વારા પ્રણયના રંગમાં ખેંચાતા રહો ત્‍યાં સાવ અચાનક દિલ ધડકાવી દે તેવી, અણધારી  નાટયાત્‍મક ઘટનાઓ ખમીરભર્યા, બોલ્‍યેચાલ્‍યે કૌવત ભર્યા ખારવાઓ વચ્‍ચ કટોકટી અને તોફાની સંઘર્ષ જાગી ઉઠે. જીવ સટોસટનો, લોહિયાળ બની બેસે એવી દહેશત પેદા કરતો પ્રેક્ષકો માં સોપો પડે અને સાથે અટકળો થાય. ને તે ઉકલે કેમ તે જાણવા તો નાટક જ જોવું પડે !

વિદેહીએન્‍ટરટે ઇન્‍મેન્‍ટના આ-પ્રયોગમા તેમના સદાયના શુભચિંતક  અને દરેક ડગલેને પગલે સહાયક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવાર અને સાગર પાઇપ્‍સ એન્‍ડ ફીટીંગ્‍સનો સહકાર સાંપડ્‍યોછે. આ ઉપરાંત સમુદ્ર મંથન નાટકના સપોર્ટર્સ તરીકે પ્રભુ સ્‍નેહ બાય પ્રભુ ગ્રુપ, અદાણી મસાલા , એમજેઆર જ્‍વેલ્‍સ- અક્ષરમાર્ગ, સેલસ હોસ્‍પિટલ, સરાઝા હોટેલ અને ‘આપણું  રાજકોટના પણ સહકાર સાંપડ્‍યોછે.

નાટક ચૂકવા જેવું ન હોઈ અને ફરીથી આવું હટકે નાટક રાજકોટમાં કયારે આવશે તેની કોઈ ગેરેન્‍ટી ન હોઈ, બને તેટલી વહેલી ટિકિટ લઇ લેવી હિતાવહ છે. ટિકિટ આજે સવારથીટિકિટ વિન્‍ડો પર ઉપલબ્‍ધ છે. નાટકમાં ૯.૪૫ પછી પ્રવેશ નથી.

(3:01 PM IST)