<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

અકિલાના ફોટોગ્રાફર અશોક બગથરીયાના પૌત્રી અને સંદીપ બગથરીયાના પુત્રી ચિ.વૈભવી ચિ.હર્ષ રાઠોડ સાથે લગ્નબંધને બંધાયાઃ બંને પરિવારોમાં હરખની હેલી

અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, અકિલા પરિવારના નરેન્‍દ્રસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ભુપતભાઇ બોદર અને ભાવેશભાઇ તળાવિયા, રાજદિપસિંહ જાડેજાએ નવદંપતિને આર્શિવાદ પાઠવ્‍યા

રાજકોટઃ અકિલાના ફોટોગ્રાફર અશોકભાઇ બગથરીયા અને સગુણાબેન બગથરીયાના પોૈત્રી અને સંદીપ બગથરીયા તેમજ પુનમબેન બગથરીયાની વ્‍હાલસોયી પુત્રી ચિ.વૈભવીના લગ્ન ગઇકાલે રાજકોટ નિવાસી અ.સોૈ.નીતાબેન તથા જીતેન્‍દ્રભાઇ જમનભાઇ રાઠોડના સુપુત્ર ચિ.હર્ષ રાઠોડ સાથે ધામધુમપૂર્વક દિવાળી બાગ પાર્ટી પ્‍લોટ લોન્‍સ, ૧૫૦ ફુટ રીંગરોડ, સદભાવના નર્સરીની બાજુમાં ઉજવાય ગયા.  આ શુભ પ્રસંગે નવદંપતિને અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલા પરિવારના નરેન્‍દ્રસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, માજી જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર, શ્રીમતી શોભનાબેન બોદર,  ભાવેશભાઇ તળાવીયા (ઓસ્‍કાર બિલ્‍ડર અને પટેલ ટીંબર ગ્રુપ) રાજદિપસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજકોટ શહેર ભાજપ વૈભવ બોરીચા, જયદિપ વસોયા સહિતના પરિવારજનો અને આમંત્રિત મહેમાનોએ આર્શિવચનો પાઠવ્‍યા હતા. કુળદેવીશ્રી મોમાઇમાંની કૃપાથી બગથરીયા અને રાઠોડ પરિવારમાં ચિ.વૈભવી અને ચિ.હર્ષના લગ્નોત્‍સવ નિમિતે યોજાયેલા જુદા-જુદા પ્રસંગો ધામધુમપૂર્વક અને વરસાદ અને હરખની હેલી વચ્‍ચે ઉજવાયા હતા. તા.૧લી સાંજે ૪ કલાકે સાંજીના ગીત તા.૨ ના સવારે ૮ કલાકે મંડપમુર્હુત, સાંજે ૮ વાગ્‍યે દાંડીયારાસના પ્રસંગો બંને પરિવારે હળીમળીને ખુબ જ આનંદકિલ્લોલ વચ્‍ચે ઉજવ્‍યા હતા. તા.૩ ના સવારે ૬ વાગ્‍યે જાનના સામૈયા બાદ બપોરે ૧૧:૧૫ કલાકે હસ્‍તમેળાપ અને બપોરે ૧૨ વાગ્‍યે ભોજન સમારંભ યોજાયો હતો. આ તમામ પ્રસંગોમાં ચિ.વૈભવીના સસરા શ્રી જીતેન્‍દ્રભાઇ જમનભાઇ રાઠોડ, સાસુમાં નીતાબેન જીતેન્‍દ્રભાઇ રાઠોડ, જગદીશભાઇ જમનભાઇ રાઠોડ, મુકેશભાઇ જમનભાઇ રાઠોડ, મામા હિરેનભાઇ વાજા, મામી રિદ્ધિબેન વાજા,  ચિ.વૈભવીના ફઇબા શ્રીમતી કોમલબેન પ્રશાંતકુમાર ગોંડલીયા, ફુવા શ્રી પ્રશાંતકુમાર કમલેશભાઇ ગોંડલીયા, ફઇબા શ્રીમતી રીકુંબેન નિરવભાઇ વાઘેલા, ફુવા શ્રી નિરવભાઇ નાગજીભાઇ વાઘેલા, બગથરીયા પરિવારના શ્રી અશોકભાઇ તુલશીભાઇ બગથરીયા, શ્રીમતી સગુણાબેન અશોકભાઇ બગથરીયા, સંદિપ અશોકભાઇ બગથરીયા, શ્રીમતી પુનમબેન સંદિપભાઇ બગથરીયા, પ્રિન્‍સ સંદિપભાઇ બગથરીયા, શ્રીમતી દિવ્‍યાબેન પ્રિન્‍સ બગથરીયા અને અભિજીત સંદિપભાઇ બગથરીયાએ વ્‍હાલસોયી પોૈત્રી, પુત્રી અને બહેનને ભારે マદયે સુખી સંસારના આર્શિવાદ સાથે સ્‍વગૃહે વિદાય આપી હતી. બગથરીયા અને રાઠોડ પરિવારના લગ્નોત્‍સવમાં મજેઠીયા પરિવાર અને માવદીયા પરિવાર પણ હરખભેર સામેલ થયો હતો અને નવદંપતિને આર્શિવચનો પાઠવ્‍યા હતા.(ફોટોઃ અભિજીત બગથરીયા, દિપક ચાવડા)

(3:12 PM IST)