તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
કોંગ્રેસ બિહારમાં ૫ લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરશે : કવર પર રાહુલ ગાંધીનો ફોટો

પટના,૪: બિહારમાં ચૂંટણીનું વર્ષ છે. શુક્રવારે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ કુમારે રાજ્યની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા અને પાર્ટીના અન્ય કાર્યક્રમો અંગે ભવિષ્યની રણનીતિની ચર્ચા કરી. તેમણે જાહેરાત કરી કે કોંગ્રેસ પાર્ટી રાજ્યની ૫ લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરશે. આ સેનિટરી પેડના કવર (બોક્સ) પર રાહુલ ગાંધીનો ફોટો છે.
સેનિટરી પેડ્સના પેકેટ પર લખ્યું હોય છે- માઈ-બેહન માન યોજના. ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ. જરૂરિયાતમંદ મહિલાઓને માનદ વેતન - દર મહિને રૂ. ૨૫૦૦.
રાજેશ કુમારે વધુમાં કહ્યું કે, અમે બિહારના સંદર્ભમાં મહિલાઓ માટે ખાસ તૈયારીઓ કરી છે. રાજ્યની મહિલાઓને સેનિટરી પેડ આપવામાં આવશે. આ સેનિટરી પેડ્સ દરેક મહિલાને પહોંચાડવામાં આવશે. અમે આ માટે એક ઝુંબેશ ચલાવવાના છીએ.
તેમણે કહ્યું, અમારું લક્ષ્ય ૫ લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરવાનું છે. મહિલા કોંગ્રેસ મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગળત કરશે.
જોકે, ભાજપે સેનિટરી પેડ પર રાહુલ ગાંધીના ફોટા સામે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના પ્રવક્તા રમેશ ભંડારીએ કહ્યું કે, સેનિટરી પેડ પર રાહુલ ગાંધીનો ફોટો બિહારની મહિલાઓનું અપમાન છે. કોંગ્રેસ એક મહિલા વિરોધી પાર્ટી છે. બિહારની મહિલાઓ કોંગ્રેસ અને આરજેડીને પાઠ ભણાવશે.
(3:26 PM IST)










