તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
ગોપાલ ઈટાલીયા કાલે રાજકોટમાં: વિજય સરઘસ
મવડી ચોકડી ખાતેથી પ્રારંભ, બ્રહ્મસમાજ ચોક ખાતે સમાપનઃ કોંગી કાર્યકરો ‘આપ'માં જોડાશેઃ સદસ્યતા અભિયાન

રાજકોટઃ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે ત્યારે ભવ્ય વિજય સરઘસ શહેરના માર્ગો ઉપર નિહાળનાર હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું
ગોપાલ ઈટાલીયા આવતીકાલે તા.૫ના શનિવારે સાંજે ૪ વાગે શહેરના મવડી ચોકડી ખાતે પંહોચશે. જ્યાંથી વિજય સરઘસનો પ્રારંભ થશે. જે ફાયરબ્રીગેડ રાજનગર ચોકમાં ડો.આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી કેકેવી ચોક, કોટેચા ચોક થઈ હનુમાન મઢીએ પહોંચશે. જ્યાંથી રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક ખાતે વિજય સરઘસનું સમાપન થશે.
જ્યાં બ્રહ્મસમાજની વાડી ખાતે ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકારો ‘આપ'માં જોડાશે. આ સાથે સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરવામાં આવશે. વધુ વિગતો માટે મો.૯૫૧૨૦ ૪૦૪૦૪ ઉપર સંપર્ક કરી શકાશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ‘આપ'ના શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, શહેર મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી, મહિલા ઉપપ્રમુખ નિલમબેન પોરીયા અને શહેર ઉપપ્રમુખ કેશવજીભાઈ પરમાર નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:28 PM IST)










