News of Friday, 4th July 2025
શહેરના ર૪ પે એન્ડ પાર્કીંગનું કોઇ લેવાલ નહીં!
મનપાએ બે ડઝન સ્થળો માટે રેકોર્ડબ્રેક ત્રિજીવાર રિ-ટેન્ડર કર્યુ ટેન્ડરની અપસેટ કિંમતનો વધારો કારણભૂત? બબ્બે વખતની પ્રક્રિયામાં કોઇ એજન્સીએ રસ ન દાખવ્યો

રાજકોટ, તા. ૪: શહેરમાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ થતાં ર્પાકિંગ જવાબદાર છે. જેથી મનપા તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં પે એન્ડ ર્પાકિંગ વ્યવસ્થા ઉભી કરી છે. પરંતુ શહેરીજનોને ર્પાકિંગ માટે પૈસા ચુકવવા પડે તે વ્યાજબી ન લાગતા આજ સુધી અપાયેલા પે એન્ડ ર્પાકિંગના કોન્ટ્રાક્ટરો નુક્શાની કરી રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં પે એન્ડ ર્પાકિંગ માટે મહાનગરપાલિકાએ બબ્બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી છતાં એક પણ એજન્સીએ ન આવતા મનપા દ્વારા ત્રીજી વખત ૨૪ ર્પાકિંગ માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની ફરજ પડી છે.
મનપા દ્વારા શહેરની અલગ અલગ સાઈટો ઉપર પે એન્ડ ર્પાકિંગ ઉપર વ્યવસ્થા માટે ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં સેન્ટ્રલઝોનમાં જ્યુબેલી શાકમાર્કેટ તથા હોસ્પિટલ ચોકથી જામનગર રોડ બ્રીજ નીચે તથા મોચીબજાર કોર્ટ પેટ્રોલપંપ પાસે લાખાજીરાજ રોડ, રાષ્ટ્રીય શાળા પાસે, રેલવે ઓવરબ્રીજ પાસે, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, નહેરુનગર ૮૦ ફૂટ રોડ સહિતના સ્થળો તેમજ વેસ્ટઝોનમાં રામદેવપીર ચોકડીથી શિતલ પાર્ક જતાં બ્રીજ નીચે તેમજ શિતલપાર્ક ચોક સાઈડ બ્રીજ નીચે તેમજ નાણાવટી ચોક બાજુ બ્રીજ નીચે અને નાણાવટી ચોક સામેની બાજુ બ્રીજ નીચે કે.કે.વી. ચોક બીગબજાર સાઈટ બ્રીજ નીચે, નાના મૌવા ચોક બીગબઝાર સાઈટ બ્રીજ નીચે, બાલાજી હોલ સાઈટ બ્રીજ નીચે, રૈયા સર્કલ નાણાવટી ચોક ઈસ્ટ બાજુ ઈન્દિરા સર્કલ રૈયા ટેલિફોન એક્સચેન્જ સાઈડ બ્રીજ નીચે, સત્યસાંઈ મેઈન રોડ, આત્મીય કોલેજ ગેટ સામે બ્રીજ નીચે, શ્રીજી હોટલ રોયલપાર્ક મેઈન રોડ બાજુ બ્રીજ નીચે, પંચાયત નગર ચોકમાં મનપાના પ્લોટ ઉપર કે.કે.વી. મલ્ટીલેવલ બ્રીજ, જયસીયારામ ચા વાળા રોડ ઉપર, ઈન્દિરા સર્કલ રૈયા ટેલિફોન એક્સચેન્જ સાઈડ બ્રીજ નીચે, પુષ્કરધામ સાઈડ બ્રીજ નીચે, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી જતાં રોડ ઉપર બ્રીજ નીચે, મારવાડી સર્કલથી ગોંડલ તરફ જતાં બ્રીજ નીચે સહિત ૨૮ સ્થળે પે એન્ડ ર્પાકિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રૂા. પ થી ૧ર૦૦ સુધીના ભાવ
દ્વી ચક્રિય વાહનો માટે રૂા. ૫, ૧૦, ૧૫, ૨૦, ૨૫
ત્રી ચક્રિય વાહન માટે રૂા. ૧૦, ૧૫, ૨૦, ૨૫, ૩૦
મોટર કાર રૂા. ૨૦,૩૦, ૫૦, ૬૦, ૮૦
એલસીવી રૂા. ૨૦, ૩૦, ૬૦, ૮૦, ૧૦૦
એચસીવી રૂા. ૪૦, ૫૦, ૭૦, ૧૦૦, ૧૨૦
કાર સહિતના હળવા વાહનો માટે માસિક રૂા. ૬૦૦
દ્વી ચક્રિય વાહનો માટે માસિક રૂા. ૩૫૦
હેવી કોમર્શીયલ વાહનો માટે માસિક રૂા. ૧૨૦૦
ઉપરોક્ત ભાવ પત્રક ત્રણ કલાકથી ૨૪ કલાક સુધીનું છે.
(3:32 PM IST)










