<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

આકાશમાં ઉડતા, તુટતા અને હવામાં ઓગળી ગયેલા હવાઈ જહાજોના કદી ન ભુલી શકાય તેવા અતિ દર્દનાક ગોઝારા અકસ્‍માતોની ઝલક

એક અભ્‍યાસ મુજબ છેલ્લા ૭૮ વર્ષમાં દેશમાં પ૩ નાના મોટા પ્‍લેન ક્રેશના અકસ્‍માતો બનેલ : તેમાં અંદાજે ર૬પર માનવ જીંદગીનો ભોગ લેવાયેલ : જેમાં સામાન્‍ય નાગરીકોથી દેશની વિવિધ ક્ષેત્રની મહાન હસ્‍તીઓનો સમાવેશ થાય છેઃ જાણકારોના મતે અંદાજે પ્‍લેન ક્રેશમાં ર૪પર હેલીકોપ્‍ટર તુટી પડવાના કારણે ર૦૦થી વધુ જીવ ગયેલ હવાઈ જહાજ અને હેલીકોપ્‍ટર અકસ્‍માતમાં જાહેર જીવનના મોભીઓ અને વિવિધ ક્ષેત્રના મુલ્‍યવાન આગેવાનો ભોગ બનેલ : સંજય ગાંધી, માધવરાય સિધિંયા, આંધ્રના અતિ લોકપ્રિય મુખ્‍યમંત્રી રાજશેખર રેડી, જનરલ વીપીન રાવત, મહાન વિજ્ઞાની હોમી ભાભાઃ રાજકીય પંડિતોના મતે અતિ મોટા ગજાના રાજકીય નેતાના અકસ્‍માતે અવસાનથી દેશ અને રાજયના રાજકીય સમીકરણમાં વ્‍યાપક બદલાવ આવેલ છે પ્‍લેન અને હેલીકોપ્‍ટર ક્રેશ બનાવમાં એવા પણ અનેક નશીબદાર નેતાઓ છે કે જેમનો આબાદ બચાવ થયેલઃ મોરારાજી દેસાઈ- દેવેન્‍દ્ર ફડણવીશ-અશોક ગહેલોત- અમરીંદરસીંગ- અહમદ પટેલ જેવા નામો આ યાદીમાં હવાઈ જહાજ અકસ્‍માતમાં ગુજરાતે બે મુખ્‍યમંત્રી બળવંતભાઈ મહેતા ( ૧૯૬પ)ને વિજયભાઈ રૂપાણી (ર૦રપ) ગુમાવેલ : આ બંને મુખ્‍યમંત્રી સૌરાષ્‍ટ્રના સપુત હતા : બળવંતભાઈ મહેતાનું પ્‍લેન નાપાક પાકિસ્‍તાને ફુંકી મારેલ આકાશમાં ઉડાન ભર્યા બાદ વિવિધ દેશોના અંદાજે ૮૦થી વધુ નાના મોટા પ્‍લેન મુસાફરો સાથે ગુમ થયેલ : વ્‍યાપક શોધખોળ બાદ પણ આ વિમાનોનો કોઈ જ પતો આજદીન સુધી લાગેલ નથી વિજ્ઞાન પણ હેરાન

રાજકોટ : જન જાગૃતી  અભિયાન  મંચના પ્રમુખ    તખુભા  રાઠોડ  આકાશમાં  ઉડતા  તુટતાને  હવામાં  ઓગળી  જતા  હવાઈ  જહાજોને  હેલીકોપ્‍ટરોની અકસ્‍માતો અંગે  સંકલીત  માહિતિથી  જણાવે  છે.

તા. ૧ર  જુન ર૦રપ  ના રોજ  ભારત માંથી લંડન  જતું  ભારતીય હવાઈ જહાજ  અમદાવાદ એરપોર્ટથી  ઉડાન ભરતા  જ તુટી  પડતા  આગમાં હોમાઈ ગયું  ને  આ  અતિ ભયંકર અને  દુઃખદ  અકસ્‍માતમાં   ર૬૦ વ્‍યકિતના જીવ ગયા  છે જેમાં ૧૮૧  ભારતીય  ૬૦  વિદેશી  અને  ૧૯  બીન  મુસાફરોનો  સમાવેશ  થાય  છે.

 અતિ ધાતક  દુઃખદ   અકસ્‍માતથી  દેશ  વિદેશમાં  ભારે શોકને  ગમગીની ફેલાઈ ગયેલ  ગુજરાત માટે  આ  અકસ્‍માત  અતિ દુઃખદ ને  ભારે હતો  આ  અકસ્‍માતમાં  ગુજરાતના પૂર્વ  મુખ્‍યમંત્રીશ્રી ને  રાજકોટના  લોકલાડીલા  નેતા  શ્રી  વિજયભાઈ  રૂપાણીએ  જીવ ગુમાવેલ  છે.

ઝડપી  મુસાફરી  યુગમાં  બનતા  અકસ્‍માતમાં  પ્રવાસીઓનો  મૃત આંક  પણ  વધુ  હોય  છે  આવા  પ્રવાસીઓમાં રાજકીય નેતાને વી.આઈ.પી. વ્‍યકિત  હોઈ તો  આ ગંભીર  અકસ્‍માતાની  વ્‍યાપક  પ્રસિઘ્‍ધિને  ચર્ચા  લાંબી  ચાલે  છે.

સને. ૧૯૪૭ થી ર૦રપ  સુધીમાં  દેશમાં  પ૩  નાના મોટા  હવાઈ જહાજના  અકસ્‍માત  બનેલ  છે  તેમાં  ર૬પર  મુસાફરોએ જીવ  ગુમાવેલ  છે  જેમાં  સામાન્‍ય નાગરીકોને  અતિ  મહત્‍વની  પ્રસિઘ્‍ધ વ્‍યકિતઓનો  સમાવેશ  થાય  છે  હવાઈ જહાજમાં  ર૪પર ને  હેલીકોપ્‍ટર  અકસ્‍માતમાં  ર૦૦  જીવ  ગયેલ  છે.

પ્‍લેન, હેલીકોપ્‍ટર અકસ્‍માતમાં જીવ ગુમાવનાર રાજકીય નેતા અને પ્રતિષ્‍ઠીત વ્‍યકિતઓની યાદી આ મુજબ છે.

  સને. ૧૯૪પ-૧૮ ઓગષ્‍ટે ભારતના  મહાન  સપુત  ક્રાંતિકારી  નેતાશ્રી સુભાષચંદ્ર  બાબુ  તાઈવાન  ખાતે  વિમાન  અકસ્‍માતમાં  મૃત્‍યુ  પામેલ.

સને. ૧૯૬પ  સપ્‍ટેમ્‍બરના  રોજ  ગુજરાતના  મુખ્‍યમંત્રી  બળવંતભાઈ મહેતા  તેમની  પત્‍નિ સાથે કચ્‍છ થી  ખાનગી  વિમાનમાં ઉડાન ભરેલ  જે  પ્‍લેન  પાકીસ્‍તાનને  ફુકી  મારેલ  આ અકસ્‍માતમાં  પાંચ  વ્‍યકિતએ જીવ  ગુમાવેલ  આ અતિ  દુઃખદને  બનાવ  હતો.

 ૧૯ ઓકટોબર ૧૯૮૮  માં મુંબઈ થી અમદાવાદ  આવતું પ્‍લેન નરોડા ખાતે તુટી પડેલ  જેમાં ૧૩પ  વ્‍યકિત સવાર  હતા  તેમાંથી ૧૩૩ ના મૃત્‍યુ થયેલ  ૧ર નવેમ્‍બર  ૧૯૯૬ ચરખી  દાદરી  પ્‍લેન  ક્રેશ મોટી  ધટના  છે  જેમાં  કુલ  ૩૪૯  વ્‍યકિતએ  જીવ  ગુમાવેલ  ૧૯૯૦  માં બેગ્‍લોર ખાતે  ઈન્‍ડીયન એરલાઈન્‍સનું  પ્‍લેન તુટી પડતા  ૯ર  વ્‍યકિતના  જીવ ગયેલ  ૧૬  ઓગષ્‍ટ ૧૯૯૧  ના રોજ  ઈમ્‍ફાલ થી  પ્‍લેન  ક્રેશ  થતા  ૬૯  વ્‍યકિતના   જીવ ગયેલ  રર  મે  ર૦૧૦  ના રોજ  મેગ્‍લોર  પ્‍લેન  ક્રેશમાં  ૧પ૮  જીવ ગયેલ  પટનામાં રર  મે ર૦૧૦  ના પ્‍લેન  તુટી  પડવાથી  ૧પ૧  વ્‍યકિત  ભોગ  બનેલ. દેશ  અને  રાજકીય સમીકરણ બદલી નાખતા  હેલીકોપ્‍ટર અને વિમાન  અકસ્‍માતો   ર૩  જુન ૧૯૮૦ ના રોજ  વડાપ્રધાન  ઈન્‍દીરા  ગાંધીના  નાના પુત્ર  સંજય ગાંધીનું  દિલ્‍હી  ખાતે  પ્‍લેન  તુટી  પડતા  યુવા  આગેવાન  સંજય ગાંધીનું  કરૂણ  મોત  થયેલ  રાજકીય પંડિતોના  મતે  સંજય  ગાંધી  ભારતના  ભાવી  વડાપ્રધાનનો  ચહેરો  હતો  ર૦૦૧  ઓકટોમ્‍બર  ના રોજ  કોગ્રેસના અતિ મોટા કદના નેતા  અને  ગ્‍વાલીયરના પ્રીન્‍સ  માધવરાય  સિધિંયાનું  મૈનપુરી યુ.પી. ખાતે  પ્‍લેન ક્રેશ  થતા  દુઃખદ  અવસાન  થયેલ  છે  જે  પણ  ભારતના  ભાવી  વડાપ્રધાનનો  ચહેરો  હતા  દશકાથી વધુ  સમય પહેલા  આંધ્રના   લોકપ્રિય મુખ્‍યમંત્રી  રાજેશખર  રેડૃીનું હેલીકોપ્‍ટર અકસ્‍માતમાં  અવસાન  થયેલ  ને  પ્રદેશના  રાજકીય ઈતિહાસમાં  ભયંકર  આંધી  આવેલ  અનેક  વજનદાર રાજકીય  ક્ષેત્રના નેતા હવાઈ અકસ્‍માતમાં મોતને  ભેટેલ  છે.  સને ર૦૦ર  માં તેલુગમ પાર્ટીના  નેતાને  લોકસભાની  સ્‍પીકર  એમ.પી. બાલયોગી  ગોદાવરી  નજીક   ર  હેલીકોપ્‍ટર  ક્રેશ  થતા  મોતને  ભેટેલ  ૩૦  એપ્રિલ ર૦૧૧  ના રોજ  અરૂણાચલ પ્રદેશના મુખ્‍યમંત્રીશ્રી  દોરાજી ખાંડુ પણ  હવાઈ અકસ્‍માતમાં  મોતને ભેટેલ.

  ૧૯૭૭ માં દિલ્‍હી  ખાતે પ્‍લેન  અકસ્‍માતમાં પોલાદ મંત્રી  કુમાર મંગલમનું  મોત થયેલ  ૩૧  માર્ચ ર૦૦૪  માં હરીયાણાના પ્રધાન ઓ.પી. જીંદાલ  અને  પૂવૅમંત્રી સુરેન્‍દ્રસિંહ સરતાનપુર ખાતે  હેલીકોપ્‍ટર  તુટી પડતા  મોતને  ભેટેલ.

૯  જુન ૧૯૯૪  ના રોજ પંજાબના  ગવર્નર સુરેન્‍દ્રનાથ અને  તેમનો પરિવારના  નવ સભ્‍ય  સાથે  હિમાચલ પ્રદેશના  પહાડી  વિસ્‍તારમાં પ્‍લેટ  તુટી પડતા  મોતને ભેટેલ. ૯ ડીસેમ્‍બર  ર૦ર૧  ની  હેલીકોપ્‍ટર દુર્ધટના  અતિ કમનશીબ  અને  દુઃખદ  છે આ અકસ્‍માતમાં  ભારતના પ્રથમ  ચીફ  ઓફ ડીફેન્‍સ સ્‍ટાફ જનરલ  વીપીન રાવત  અને  તેમના પત્‍નિ  સહીત  ૧૧  વ્‍યકિતએ જીવ ગુમાવેલ. તામીલનાડુના  સુલર નજીક હેલીકોપ્‍ટર  તુટી  પડતા કરૂણ  મોત  થયેલ.  ૧૯૬૬ માં  ભારતીય  વિમાન  સ્‍વીઝરલેન્‍ડ નજીકની  પર્વત માળામાં તુટી  પડતા  દેશના મહાન  અને  જાણીતા   વિજ્ઞાનીક શ્રી  હોમી  ભાભા મોતને  ભેટેલ.

જાહેર જીવનના એવા અનેક નશીબદાર  નેતાઓ પણ  છે જે  હવાઈ અકસ્‍માતમાં આબાદ  રીતે  બચી ગયેલ ૧૯૭૭  માં  વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ આસામ ખાતેના  પ્‍લેન  ક્રેશમાં  હેમખેમ બચી ગયેલ કોગ્રેસ પક્ષના વરીષ્ઠ નેતા અહમદ પટેલ અને  કેન્‍દ્રીય મંત્રી પૃથ્‍વીરાજ  ચૌહાણ ને કુમારી શૈલજા ર૦૦૪  ના ગુજરાત  ખાતેના હવાઈ અકસ્‍માતમાં  ઉગરી  ગયેલ  પંજાબના  મુખ્‍યમંત્રી  અમરીંદરસિંહ   અને  પ્રધાન પ્રતાપસિંહ બાજવા  પણ  હેલીકોપ્‍ટર અકસ્‍માતમાં  આબાદ  બચી ગયેલ રાજસ્‍થાનના  પૂર્વ  મુખ્‍યમંત્રી  અશોક ગેહલોત  પણ  ર૦૦૧  ના હેલીકોપ્‍ટર અકસ્‍માતમાં  આબાદ  બચી ગયેલ  ખુબ  જ નશીબદાર  મહારાષ્‍ટ્રના  મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીશ  છે  જે ત્રણ  વખત  હેલીકોપ્‍ટર  અકસ્‍માતમાં  આબાદ  બચી ગયેલ છે.

પ્‍લેન અને  હેલીકોપ્‍ટર  અકસ્‍માતમાં  મુસાફરોની લાશો અને તુટેલા પ્‍લેન  હેલીકોપ્‍ટરના  અવશેષો  મળે  છે  પણ  સદીથી  હવામાં  ઉડેલા  એવા અનેક  નાના મોટા  હવાઈ  જહાજો  છે  જેનો  કોઈ  અતો પતો જ મળેલ  નથી  અભ્‍યાસુના મતે  આવા  ૮૦  વિમાનો  છે.

ઉડાન ભર્યા બાદ હવામાં ઓગળી ગયેલ વિમાનોની સુચી વર્ષો  પહેલા  મલેશીયા થી બેલ્‍જીયમ  જવા  ર૩૯  મુસાફરો  સાથે  ઉડેલ વિમાન  ગુમ થયેલ  જેની  અનેક  દેશના હવાઈ દળ અને  નૌકાદળના કાફલાએ  ખુબ  જ  શોધ  કરેલ  પણ  કોઈ  જ સગડ  મળેલ નથી. 

૧૬  માર્ચ  ૧૯૬ર  ના  રોજ ફિલીપાઈન્‍સના  કલાર્ક  વિમાન  મથકે  થી  અમેરીકાના  ૩૯  જેટલા  સૈનીકો  સાથે  ઉડાન ભરેલ  અને  અચાનક  ગુમ  થઈ  ગયેલ  જેનો  આજ દિવસ  સુધી  કોઈ જ પતો  નથી.

૧૯૭૪  ના રોજ  સેમી એરપોર્ટ ર૧  મુસાફરો  સાથે લાપાઝ જવા ઉડાન ભરેલ  આ  વિમાન  ઉતારૂ સાથે ગુમ  છે  કોઈ  ભાળ  મળી નથી   ૧૩ નવેમ્‍બર  ૧૯૬પ ના  રોજ પ૮  મુસાફરો સાથે  આર્જેન્‍ટી  થી કોસ્‍ટારિક  જવા રવાના થયેલ  વિમાન  ગુમ થયેલ  જે વિમાન  કે  મુસાફરોનો  કોઈ પતો  લાગેલ  નથી.

૧૯૪૮-૪૯  બે  બ્રીટીશ સાઉથ અમેરીકન એરબેઝ વિમાનો  ઉતારૂ સાથે  ગુમ થઈ ગયા  છે  ૮ માચૅ ર૦૧૪  - રર૭ મુસાફરો અને  ૧ર  વિમાન  સ્‍ટાફ સાથે

કુઆલાલમ્‍પુર થી ઉડાન  ભરેલ  અને  એક  કલાક  બાદ કંટ્રોલ રૂમ  સાથે સંપર્ક  તુટી  ગયેલ  બાદ  આ  વિમાનનો  કોઈ  પતો  લાગેલ  નથી.

હવામાં  ઓગળી ગયેલા  વિમાનોનો  પતો  લગાડવા  દુનીયાના  અનેક  શકિતશાળી દેશોએ ઉતમ  પ્રકારના  એરફોર્સ પ્‍લેનો  અને  અતિ  આધુનીક  દરીયાના  જહાજોએ  મહીનાઓ  સુધી  તપાસ  કરેલ  પણ  પ્‍લેનનો  ભંગાર  કે  મુસાફરો કે  તેના  અવશેષો  અંગે  કોઈ  જ  ભાળ  મેળવવામાં  સફળતા  મળેલ  નથી.

ખાસ  જાણવા  જેવી બાબત  છે  કે  બર્મુડા ટ્રાયેગલ પાસે આજસુધીમાં અંદાજે ૧૦૦  થી  ૧રપ વિમાનો અને  અનેક  સમુદ્ર જહાજો  ગુમ  થઈ  ચુકેલ  છે  જેમાં   હજાર  મુસાફરો અને  સ્‍ટાફ  પણ  સામેલ  છે  જેનો  આજસુધી  કોઈ પતો  નથી  આવા  બનાવ  અંગે  વિજ્ઞાન પણ  લાચાર  છે.          

તખુભા રાઠોડ

મો. નં. ૯૮ર૪ર ૧૬૧૩૦

જન જાગૃતિ અભિયાન મંચ

(3:36 PM IST)