<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

૮૧ હજારના દારૂ સાથે ગઢીયાનગરના ચિરાગ લીંબાસીયાને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટ તા.૪: ક્રાઇમબ્રાંચને મળેલી પૂર્વ બાતમીના આધારે સંતકબીર રોડ, ગઢીયાનગર શેરી નં.૧માં રહેતા ચિરાગ મીઠાભાઇ લીંબાસીયાને તેના રહેંણાક મકાનમાંથી ૮૧,૩૭૬/-ની કિંમતના દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે ૧૮૦ એમએલની ઓકસ્‍મીથ વ્‍હીસકીની ૨૨૯ નાની બોટલો, ઓકસ્‍મીથ ગોલ્‍ડની ૨૪ નાની બોટલો, બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ સ્‍કોચ વ્‍હીસકી ૧૮૦ એમએલની ૮ નાની બોટલો ઉપરાંત સ્‍મીરનઓફ વોડકા એપલ ફલેવર ૧૪ બોટલ, મીન્‍ટ જાંબુન ફલેવર ૫ બોટલ અને સ્‍મીરનઓફ વોડકાની ૭ બોટલ કબ્‍જે કરી દારૂ કેવી રીતે લાવ્‍યો તે અંગે પુછપરછ હાથધરી છે.

આ સફળ કામગીરી ક્રાઇમબ્રાંચના પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા, એએસઆઇ અમીત અગ્રાવત, દિગ્‍પાલસિંહ જાડેજા, સંજય રૂપાપરા, દિપક ચોૈહાણ, દિલીપ બોરીચા, રાજેશ જલુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજ કોટીલા, વિશાલ દવે અને ત્રિપદાબેન ભટ્ટે કરી હતી.

(3:40 PM IST)