<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

રાજકોટ શહેર-જીલ્લાની આગામી વિધાનસભા-લોકસભા ચૂંટણીમાં ૭૦૦ મતદાન મથકો વધવાની શકયતાઃ પંચને રીપોર્ટ

સાંજે સૌરાષ્‍ટ્રના ધારાસભ્‍યો સાથે મતદાર યાદી અંગે મીટીંગ :કલેકટરે ચૂંટણી પંચને વિગતો મોકલીઃ હવે શહેર-જીલ્લામાં નવા ૭૦૦ મતદાન મથકો બનાવવા અંગે કવાયત

રાજકોટ તા. ૪: આગામી ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને, ચૂંટણી પંચે મતદારોની સુવિધા અને મતદાન પ્રક્રિયાને વધુ સુવ્‍યવસ્‍થિત બનાવવા માટે અનેક નવા નિયમો અમલમાં મૂકયા છે. આ નિર્ણયો પૈકી એક મહત્ત્વપૂર્ણ નિયમ એ છે કે, કોઈપણ મતદાન મથક પર ૧૨૦૦થી વધુ મતદારો ન હોવા જોઈએ. આ નિર્ણયને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ૭૦૦ જેટલા મતદાન મથકોની સંખ્‍યામાં વધારો થવાની શકયતા રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્રના સૂત્રોએ અગાઉ દાખવી હતી, એ પછી મામલતદારો મારફત સર્વે પણ કરી લેવાયો અને લેટેસ્‍ટ આજના રીપોર્ટ મુજબ.

અત્‍યારે રાજકોટ શહેર અને જિલ્લામાં મુજબ, ૨૦૨૭ની ચૂંટણીમાં ૭૦૦ થી ૭૫૦ જેટલા નવા મતદાન મથકોનો વધારો થવાની શકયતા હોય જે સમગ્ર ઘટનાનો રિપોર્ટ પણ કલેકટર દ્વારા ચૂંટણી પંચને કરી દેવામાં આવ્‍યો છે અને આગામી દિવસોમાં તમામ મામલતદારોને આની વધુ પ્રક્રિયા હાથ ધરવા પણ સૂચના આપી દેવામાં આવી છે, હાલ તંત્રે રાજકોટ શહેર-જીલ્લામાં નવા ૭૦૦ મતદાન મથકો શોધવા અંગે ધંધે લાગી ગયું છે, તેમજ જયાં ૧ર૮૦થી વધુ મતદારો છે તેમાંથી વધુ મતદારોને જે બૂથમાં ઓછા મતદાર હોય ત્‍યાં ટ્રાન્‍સફર કરવા અંગે પણ કવાયત હાથ ધરાઇ છે.

બીજી બાજુ આજે સાંજે ચાર વાગે સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા સૌરાષ્‍ટ્રભરના ધારાસભ્‍યો સાથે મતદારયાદી ને લઇ બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં સૌરાષ્‍ટ્રભરના ધારાસભ્‍યો હાજર રહેશે તેમજ ચૂંટણી પંચના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે સાથે જ રાજકોટ જિલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશ ચૂંટણીના નાયબ ડે. કલેકટર શ્રી નારણ મૂછાર, તથા અન્‍ય સ્‍ટાફ ખાસ હાજર રહેશે, જેમાં ધારાસભ્‍યોને મતદાર યાદી અંગે વિગતો અપાશે, સુધારા-સૂચનો હોય તો તે મેળવાશે. 

(3:59 PM IST)