તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
અવારનવાર હુમલા-મારામારીના ગુન્હા આચરતા પોપટસિંગ અને શેરૂસિંગ સિકલીગરને પાસામાં ધકેલી દેવાયા

રાજકોટ તા.૪: રાજકોટ અને અમદાવાદના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને હુમલામાં સંડોવાયેલા પોપટસિંગ ગોકુલસિંગ પટવા- સિકલીગર રે.સિંગલ ફળીયુ દાહોદ અને શેરૂસિંગ સુનીલસિંગ પટવા- સિકલીગર રે.સિંગલ ફળીયુ દાહોદને માલવિયાનગર પોલીસ સ્ટેશનના ઈન્સ.જે.આર. દેસાઇએ કરેલી દરખાસ્ત અંતર્ગત પાસા હેઠળ જામનગર અને પોરબંદર જેલમાં ધકેલી દેવાયા હતા.
આ કામગીરી માલવીયા નગર પી.આઇ. જે.આર. દેસાઇ સબ ઇન્સ. એમ.જે ધાંધલ, એ.એસ.આઇ. શૈલેષભાઇ ખીહડીયા, હિરેન પરમાર, મહેશ રૂદાતલા, અજય વિકમા, દિનેશ બગડા, ચિત્રકેતુસિંહ ઝાલા, મનીષભાઇ, ભાવેશભાઇ, મયુરદાન, જયદિપસિંહ, અમરદિપસિંહ અને પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા, રાજુભાઇ દહેકવાલ અને ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ કરી હતી.
(3:42 PM IST)










