તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
આંબેડકરનગરમાં મિતેષભાઇને સુલતાન, નિલેષે માર મારી છરી ઝીંકી

રાજકોટ તા. ૪: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૫માં રહેતાં મિતેષભાઇ જેઠાભાઇ દાફડા (ઉ.વ.૩૫)ને ઘર નજીક રામાપીર મંદિર પાસે હતો ત્યારે સુલતાન અને નિલેષે ઢીકાપાટુનો માર મારી છરીથી હોઠ પર ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
મિતેષભાઇ હોર્ડિંગ લગાડવાનું કામ કરે છે. તેના કહેવા મુજબ મારકુટ કરનારા બંને મિત્રો છે અને નશા જેવી હાલતમાં ગાળાગાળી કરતાં હોઇ ના પાડતાં હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(3:42 PM IST)










