તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
બે ચોરાઉ મોટરસાયકલ સાથે વિવેક રાઠોડને ઝડપી લેતી ક્રાઇમબ્રાંચ

રાજકોટ તા.૪: મિલ્કત વિરોધી ગુનાઓ અટકાવા અને શોધી કાઢવા ક્રાઇમબ્રાંચ દ્વારા અવારનવાર ઓંચિતુ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથધરવામાં આવે છે. ગઇકાલે આવી જ ડ્રાઇવ દરમ્યાન મળેલી બાતમીના આધારે જામનગર રોડ પર આવેલા ભુતનાથ મંદિરના પુલ પાસેથી પડધરીના ખાખરાબેલા ગામના મુળ રહેવાસી અને હાલમાં શિંગાળા પ્લોટ, સંતકબીર રોડ પર રહેતા વિવેક વિનુભાઇ રાઠોડ(ઉ.વ.૨૨)ને ઝડપી લઇ ઉંડી પુછપરછને અંતે બે ચોરાઉ મોટરસાયકલના ગુન્હાઓ ઉકેલી ચોરાઉ મોટરસાયકલ કબ્જે કર્યા હતા. પી.આઇ. ગોંડલીયા, ડામોર, જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.વી. ચુડાસમાની ટીમના હેડકોન્સ.કિશનભાઇ પાંભર, પોલીસમેન સંજયભાઇ અલગોતર, મહાવીરસિંહ જાડેજા અને અરવિંદકુમાર ફતેપરા આ સફળ ડીટેકશન કર્યુ હતું. માલવીયાનગર અને ભકિતનગર પો.સ્ટે. ચોરાયેલા એકસેસ, મોટરસાયકલ એન્જીનનંબર એ.એફ.૨૬૬૧૬૯૬૪૯ તથા બજાજનું કેટીએમ મોટરસાયકલ એન્જીન નં.એમ ૯૩૫*૨૧૫૯૭* જેની કિ.અનુક્રમે ૧ લાખ અને ૪૦ હજાર છે. તે કબ્જે કરવામાં આવ્યા છે.
(3:44 PM IST)










