તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
લાલપરી ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે
ડેમના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના

રાજકોટ: રાજકોટ જિલ્લાના લાલપરી સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ ૮૦% ભરાયેલ છે. ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટના કવોલિટી કન્ટ્રોલ સબ ડિવિઝન નં.૧ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની યાદીમાં જણાવાયું છે.
(6:50 PM IST)










