<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

નેશનલ હાઇવેની મરામત કરો, ત્યાં સુધી ટોલ વસુલી બંધ કરોઃ ડો. હિરેન જોષી

ચોમાસામાં રસ્તા બન્યા મોતના કુવા, વાહનચાલકો અને નાગરિકોની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ

રાજકોટઃ ભાજપના આગેવાન અને રાજકોટના સામાજિક કાર્યકાર ડો. હિરેન જોષી દ્વારા ભારત સરકારા માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરજીને રજૂઆત કરી ગુજરાતના વિવિધ નેશનલ હાઇવેના ધૂળધાણી બનેલા માર્ગોની દયનિય સ્થિતિ અને તેનો પ્રજાજન પર પડતા ગંભીર અસરો અંગે ચિંતા વ્યકત કરી જણાવાયુ છે કે, રાજકોટ-ગોંડલ, અમદાવાદ-રાજકોટ, મોરબી-હળવદ અને રાજકોટ જામનગર જેવા મુખ્ય નેશનલ હાઇવેના રસ્તાઓમાં મોટા ખાડાઓ પડી ગયા છે. આવા રસ્તા હવે લોકોને અમદાવાદ પહોંચાડવાના નહિ પરંતુ આઇસીયુમાં દાખલ કરાવવાના બની ગયા છે. લોકો માટે હવે આવા રસ્તાઓ પર વાહન ચલાવાવુ મુશ્કેલ બન્યુ છે. મોટર સાયકલ ચાલકો, કારવાળાઓ અને એમ્બ્યુલન્સ સુધી ખતરામાં મુકી દેતી સ્થિતિ ઊભી થઇ ગઇ છે. ઉપરાંત સર્વિસ રોડ પણ પાણીથી ભરાયેલ છે અને તેમાં પણ મોટા ખાડાઓ છે, જેના કારણે સામાન્ય જનતા હેરાન પરેશાન હોવાનું જણાવાયું

(12:31 PM IST)