<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

સરકારને સાંસ્કૃતિક વારસો જાળવી રાખવો હોય તો રાઈડના જડ નિયમોમાં ફેરફાર કરવો જરૂરી છેઃ રાઈડ એસો.ની સાંસદને રજૂઆત

GST બીલ શકય નથીઃ રાઈડમાં લોખંડનું ફાઉન્ડેશન બનેલું જ હોય છેઃ તાકિદે યોગ્ય કરવા માંગણી રાઈડ માલીકો પરષોતમ રૂપાલાને મળ્યાઃ ૯ જેટલા નિયમો પાળતા હોવાનો દાવો

રાજકોટ,તા.૦૫: ગુજરાત મેળા ઓર્ગેનાઈઝર વેલફેર એસો.ના અગ્રણીઓએ ગઈકાલે સાંસદ પરષોતમભાઈ રૂપાલાને મળી સૌરાષ્ટ્રમાં યોજનાર જનમાષ્ટમી લોકમેળાની સરકારમાં રજુઆત કરવા અંગે માંગણી કરી હતી. રજૂઆતમાં ઉમેર્યુ હતું કે, તાજેતરમાં મનોરંજન રાઈડસની એસ.ઓ.પી. અમલમાં આવેલ છે. જે હંગામી મેળામાં નીચેના મુદામાં ફેરફાર જરૂરી છે. જેથી હંગામી મેળા યોજાય શકે જેમાં જી.એસ.ટી. બીલ- અમારી રાઈડો કોઈ વિદેશી કંપની દ્વારા નિર્મિત ન હોય અને આ રાઈડ ગુજરાતના કુશળ કારીગરો જે વર્ષોથી પેઢી દર પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવા કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. અમારી રાઈડોને પણ માન્યતા આપવી જોઈએ.

જ્યારે રાઈડો કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી રાઈડ મેન્યુઅલ સરકાર માન્યતા પ્રાપ્ત કવોલીફાય પર્સન(ચાર્ટડ એન્જીનીયર) દ્વારા આપવા શકય છે. સરકાર દ્વારા બનાવેલ એસ.ઓ.પી.માં સ્પષ્ટ છે કે એસ.બી.પી. રીપોર્ટ આવ્યા બાદ જ ફાઉન્ડેશન નક્કી થતુ હોય પરંતુ અમારી રાઈડમાં લોખંડનું ફાઉન્ડેશન બનેલુ જ હોય છે છતા પણ તેના વિકલ્પના ભાગ રૂપે અમે એન્કરીંગ કરી ફાઉન્ડેશનનો વિકલ્પ પુરો કરી શકીએ છીએ.

સલામતી અને સુરક્ષાના મુદાને લઈને અમે કોઈપણ બાંધછોડ કરવા માંગતા નથી. અમો સલામતી અને સુરક્ષા માટે એસ.ઓ.પી.ના નિયમો ફોલો કરીએ છીએ. જેથી અકસ્માતો ટાળી શકાય. જેમાં આયોજકાના આધારકાર્ડ અને સોગંદનામુ, રાઈડના ડ્રોઈંગ ફાઉન્ડેશન સાથે ચાટર્ડ એન્જીનીયર દ્વારા રજુ કરીએ છીએ. એસ.બી.સી. રીપોર્ટ આપીએ છીએ. એન.ડી.ટી. રીપોર્ટ આપીએ છીએ. શોર્ટ સર્કિટના બનાવ ન બને તેના માટે ઈલેકટ્રીક ઈન્સ્પેકટરનું એન.ઓ.સી. રજુ કરેલ છે. આગના બનાવો ન બને તેના  માટે ફાયર ઓફિસનું એન.ઓ.સી. આપીએ છીએ. કાયદો અને વ્યવસ્થાનુ પાલન થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષકનો અભિપ્રાય આપીએ છીએ. રાઈડ ઈન્સટોલ થયા બાદ તેનુ થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન ચાટર્ડ એન્જીનીયર દ્વારા તથા સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ આપીએ છીએ. જેથી કરી અમારી રાઈડ ચલાવવા માટે સ્ટેબલ છે.

સરકાર પરિસ્થિતી સમજે અને જો લોકમેળા કરવા માંગતી હોય અને અમારા ગરીબ માણસોની રોજગારીનો પ્રશ્ન સમજે અને થોડુ ઘટતુ કરી આપે તો લોક મેળા યોજવા શકય બની શકે તેમ છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જે એસ.ઓ.પી. બનાવવામાં આવી છે. તે પરમેનન્ટ પાર્ક માટે યોગ્ય છે. આવી કોઈ એસ.ઓ.પી. ભારતભરના બીજા રાજ્યો લાગુ કરેલનથી. જેની પણ સરકારે નોંધ લેવી જોઈએ. જો સરકાર આપણો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવો હોય અને આપણા માનનીય વડાપ્રધાનનું મેઈક ઈન ઈન્ડિયાનુ સ્વપ્ન સાકાર કરવુ હોય તો આવા જડ નિયમોમાં ફેરફાર કરી લોકમેળા શરૂ થાય તેવા પ્રયાસ કરવા જરૂરી છે.

(12:50 PM IST)