<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

રઝાનગર-જંગલેશ્વર વિસ્‍તારના તાજીયા કયાંય ફરવા નહીં જાયઃ જાહેર જનતાને પધારવા અનુરોધ

 રાજકોટ તા. પ :.. રઝાનગર (જંગલેશ્વર) માં બનાવવામાં આવેલ તાજીયાના લાઇસન્‍સ ભક્‍તિનગર પો.સ્‍ટેશનની રાહબરીમાં ઇસ્‍યુ થયેલ છે.

 આ વિસ્‍તારની દુલ-દુલ, સેજ. આજે સાંજે ૬ વાગ્‍યે   પોતપોતાના માતમમાં આવી જશે જેથી  કરબલાના શહીદોની યાદમાં બનાવવામાં આવેલ તાજીયા, શબિલ તથા ન્‍યાઝ વિતરણ(પ્રસાદ)ના સ્‍ટોલ ઈમામ હુશેનની યાદમાં બનાવવામાં આવેલ આ હુશેની જન્નતના દીદાર કરવા સમસ્‍ત જંગળેશ્વરના મુસ્‍લિમ બિરાદરો દ્વારા રાજકોટની સમસ્‍ત ધર્મપ્રેમી હિન્‍દુ મુસ્‍લિમ જનતાને પધારવા અને હુશેનીયાદમાં સામીલ થવા આમંત્રણ આપવામાં આવેલ છે.

સમસ્‍ત રઝાનગર(જંગલેશ્વર)માં દરેક હુશેની કમીટીના ભાઈઓ તરફથી સુંદર લાઇટ ડેકોરેશન કલાત્‍મક રીતે સજાવેલ છે. જેમાં હશનશાહપીર દરગાહ તથા ગોકુલનગરમાં સુંદર લાઇટ ડેકોરેશન દ્વારા કલાત્‍મક ડેકોરેશન તથા તવક્કલચોક અને અંકુર સોસાઇટીમાં સુંદર સૂસોભન કરવામાં આવેલ છે. તેમજ મહાત્‍મા ગાંધી સોસાયટી. ગ્રીન પાર્ક ભરતવન, મહેશ્વરી, સાગર, ન્‍યુ સાગર સોસાયટી, નીલકંઠ પાર્ક તેમજ રઝાનગર વેબ્રીજ થી ૫૦ ફૂટના ઢાળીયેથી શરૂ કરી એકતા કોલોની, શાળા નં ૭૦. ગોકુલનગર, હુશેનીયોક, કનૈયાચોક, બગદાદચોક, નુરાનીચોક, જંગલેશ્વર હુશેનીચોકથી તવક્કલચોક મેઇનરોડ અને આઝાદચોકથી હઝરતભિલાલચોક, આરએમસી આવાસ ક્‍વાર્ટર્સ, અંકુર સોસાયટીથી ભવાનીયોક અને ણામીચોકથી મદ્રેસા એ રઝા એ નૂર સુધી લાઇટ ડેકોરેશન અને વિવિધ સુશોભિત છબીલો અને આજે રાત્રે માતમમાં રહેતા તમામ તાજીયાના દીદાર કરવાનો અનેરો લહાવો છે.

સમગ્ર રઝાનગર(જંગલેશ્વર) વિસ્‍તારમાં ૭૦ થી વધુ ગળપો અને આયોજકો દ્વારા શરબત, દૂધકોલડ્રીક્‍સ, દૂધપાક, ચા-કોફી, બોર્નવિટા, ગરમ કાવો, ભજીયા, રગડો, વડાપાઉ, ખમણ-ઢોકડા, પાણીપુરી, ભેળ, સેન્‍ડવીચ, ચણાબટેટા, આઇસક્રીમ, રબડી, વગેરે ખાણીપીણીના સ્‍ટોલ દ્વારા ફ્રી ત્‍યાઝના રૂપમાં વેજીટેરીયન નાસ્‍તા કોઈ પણ ભેદભાવ વગર આપવામાં આવે છે.

 તાજીયા જોવા આવતા ભાઈઓ-બહેનો માટે ર્પાકિંગ વ્‍યવસ્‍થા નીચે જણાવ્‍યા મુજબ કરવામાં આવેલ છે.

(૧) ૮૦ ફૂટ રોડ સોરઠીયા વે-બ્રિજ તરફથી આવતા વાહનો માટે શાળા નં ૭૦ ના મેદાનમાં

(૨) દેવપરા ૮૦ ફૂટ રોડ થી આવતા વાહનો માટે ખ્‍વાજા પાર્ક પાસે નીલકંઠ પાર્ક ના મેદાન માં

(૩) નીલકંઠ ટોકીઝ થી આવતા વાહનો માટે હશનશાહપીર દરગાહ પહેલાના ચોક માં

(૪) આહિરવાસ અને હુડકો તરફથી આવતા વાહનો માટે જે. વી. સ્‍કૂલ પાસે વાહન પાર્ક કરવાની વ્‍યવસ્‍થા છે. આ સ્‍થળે વાહનો પાર્ક કરી હુશેની જન્નતમાં ભાગ લેવા  અરજ છે.

 રવિવારના રોજ આખો દિવસ ખાસ કરીને સાંજના ૬ વાગ્‍યાથી રઝાનગરમાં

હુશેની શાનના દીદાર કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓ એ પોતાના વાહનોને પાર્ક કરીને જ આ વિસ્‍તારમાં પગપાળા આવવા અને હુશેની ગમમાં સામીલ થઈ સાથ-સહકાર આપવા રહિમભાઈ સોરા. હાજીભાઈ ઓડિયા, હાસમભાઈ મેતાજી,  બાબુભાઈ વિશળ, બાબુભાઈ ઠેબા, આમંદભાઈ નાય,  શબ્‍બીરભાઈ પરમાર, ઉમરભાઈ સોરા તેમજ તમામ શબિલ કમીટી, તાજીયા કમીટી, ન્‍યાજ કમીટી, વાએઝ કમીટીના હુશેની સૈનીકો તરફથી એકયાદીમાં જણાવ્‍યું છે.

(2:42 PM IST)