News of Saturday, 5th July 2025
સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ પદે જયેશભાઇ દુધાત્રાની વરણી
મંત્રી તરકે નિકુંજભાઇ ગજેરાની બિનહરીફ વરણી

રાજકોટઃ તા. પ, સરદાર પટેલ કર્મચારી મંડળ, રાજકોટની ૩ર મી સાધારણ સભા તાજેતરમાં સરદાર પટેલ ભવન રાજકોટખાતે મળી હતી. જેમાં વર્ષ દરમ્યાન સેવાકીય પ્રવૃત્તિઓ રજૂ થઇ હતી પ્રમુખ કુમનભાઇ વરસાણીએ તેમના સમય દરમિયાન થયેલ વિવિધ કાર્ય અને પ્રગતિની વિગતવાર માહિતી આપી હતી. દરમ્યાન મંડળની નવી ટર્મ માટે હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે જયેશભાઇ દુધાત્રાની અને મંત્રી તરીકે નિકુંજભાઇ ગજેરાની અને ખજાનચી તરીકે બિપિનભાઇ નારીયાની વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે ઉમેશભાઇ ભેંસાણીયા અને પ્રવિણભાઇ ફળદુ, સહમંત્રી તરીકે આર.ડી. સોજિત્રા અને પૂર્વીબેન ચોવટીયા તેમજ સંગઠનમંત્રી તરીકે પરેશભાઇ પટોરીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન કિશોરભાઇ ભેંસાણીયા અને આભારવિધી ઉમેશભાઇ ભેંસાણીયાએ કરી હતી.
(4:17 PM IST)










