તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 5th July 2025
કાલથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટનો મહેસાણામાં પ્રારંભઃ રાજકોટની ટીમ જાહેર

રાજકોટઃ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા વડનગર મહેસાણા ખાતે તા. ૬ થી તા. ૧પ દરમ્યાન રમાનાર ... ભાઇઓની ફૂટબોલ ટુનામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રીકટની ફુટબોલ ટીમ જાહેર થઇ છે. જેમાં (૧)રાજન રૈયાણી,(ર) નીલ અકબરી,(૩) પ્રિન્સ રોજીવાડીયા(૪) ધ્રુવરાજસિંહ ચુડાસમા, (પ)રિશી ગોડા (૬) પંકજ શર્મા, (૭) પ્રસન્ન ધોળકીયા (૮) અમન રુદાતલા (૯) માન પાંભર (૧૦) પાર્થિવરાજસિંહ જાડેજા (૧૧) એડમ ગુંસેન (૧ર) હેત બી.કે. (૧૩) ભવ્યાન ચોવટીયા (૧૪) અદ્વૈથ પ્રદિપ (૧પ) આશિર્વાદ સોની (૧૬) સુમિત ડાર્ગી(૧૭) વેદ ચિત્રોડા (૧૮) ખુશ બોઘરા (૧૯) અક્ષય ભગત (ર૦) જય મદાણી (ર૧) સુનિલ ગુસેન(કોચ) (રર) અનુરાગ મલ (મેનેજર) નો સમાવેશ થાય છે.
રાજકોટનો પ્રથમ મેચ તા. ૬ ના પંચમહાલ સામે સવારના ૭:૩૦ કલાકે, બીજો મેચ તા. ૮ ના બરોડા સામે સવારે ૭:૩૦ કલાકે તથા સુપર લીગ મેચ તા. ૧ર ના રમાશે તથા ફાઇનલ મેચ તા. ૧પ જુલાઇના રમાશે. ખેલાડીઓને એસોસિએશનના હોદ્દેદારો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.
(3:14 PM IST)










