<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ઘંટેશ્વવર ૨૫ વારીયામાંથી ૧૪ વર્ષની બાળા ગૂમઃ અપહરણનો ગુનો નોંધાયો

રાતે એક સુધી પથારીમાં હતી, સવારે ઘરમાં નહોતીઃ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૫: ઘંટેશ્વર ૨૫ વારીયા વિસ્‍તારમાંથી એક પરિવારની બાળા ગૂમ થઇ છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગૂમ થનાર ૧૪ વર્ષની બાળાના પિતાની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાળાના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં  જણાવ્‍યું છે કે મારે બે દિકરા અને ચાર દિકરી છે.  એક દિકરો બીજા ગામે રહે છે અને બે દિકરી સાસરે છે. બે નાની દિકરી અને એક દિકરો, તેના પત્‍નિ મારી સાથે રહે છે. શુક્રવારે તા. ૪ના સવારે ચારેક વાગ્‍યે મારી પુત્રવધૂ જાગી ત્‍યારે ઘરમાં મારી ૧૪ વર્ષની દિકરી પથારીમાં જોવા ન મળતાં આસપાસ તપાસ કરી હતી પરંતુ તે મળી આવી નહોતી. મારી બીજી દિકરીએ કહેલુ કે રાતે એકાવ વાગ્‍યે તેણી પથારીમાં જ હતી. એ પછી તે ગાયબ થઇ ગઇ હતી.

તેણીએ લાલ ઓઢણી, વાદળી પચરંગી સલવાર કમીજ પહેર્યા હતાં. તે ઘરના પાછળના દરવાજેથી નીકળી ગયાનું જણાઇ આવ્‍યું હતું. અમે બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન સહિતના થળોએ તપાસ કરી હતી પણ તે મળી આવી નહોતી જેથી પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં બાળાના પિતાએ કહેતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:42 PM IST)