<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

એજી ચોકમાં ટ્રકની ઠોકરે ચડી જતાં રૈયાધારના શાંતાબેન રાઠોડનું મોત

બેભાન હાલતમાં ભગવતીપરાના અરૂણભાઇ અને જંગલેશ્વરના સલિમભાઇએ દમ તોડયોઃ પરિવારોમાં શોક

 

રાજકોટ તા. ૫: રૈયાધારના વૃધ્‍ધાનું એજી ચોકમાં ટ્રકની ઠોકરે ચડી જતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ રૈયાધાર ખોડિયાર મંદિર પાસે રહેતાં શાંતાબેન દાનાભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધા ગઇકાલે કાલાવડ રોડ એજી ચોકમાં રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અજાણ્‍યા ટ્રકની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર શાંતાબેનને સંતાનમાં એક પુત્ર છે. પતિ હયાત નથી. તેઓ નીકાવા તેમના ભાઇને મળવા ગયા હતાં. ત્‍યાંથી પરત આવી એજી ચોકમાં કોઇ વાહનમાંથી ઉતરીને રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે ટ્રકની ઠોકરે આવી ગયા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, મહેશભાઇ, પ્રશાંતભાઇ, ધર્મેન્‍દ્રભાઇ અને શક્‍તિસિંહે જાણ કરતાં તાલુકા પોલીસે  ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે

બેભાન હાલતમાં અરૂણભાઇ અને સલિમભાઇના મોત

ભગવતીપરા જયપ્રકાશનગર-૧૭માં રહેતાં અરૂણભાઇ રામચંદ્રભાઇ સોલંકી (ઉ.વ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પેટમાં પાણી ભરાઇ જવાની તેમને બિમારી હતી. આ અગે બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં જંગલેશ્વર-૩૪માં રહેતાં સલિમભાઇ હાજીભાઇ ધાવડા (ઉ.વ.૪૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

(3:46 PM IST)