<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

મનપાના ૩ પ્‍લોટ ખાનગી મેળાને ભાડે અપાશેઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધ

રાજકોટીયનો કરજો મોજ... નાનામવા સર્કલ, સાધુવાસવાણી રોડ તથા અમીન માર્ગ કોર્નરના મેદાનો માટે રૂા. પ પ્રતિ ચો.મી. અપસેટ કિંમત રખાઇ

રાજકોટ, તા. પઃ શહેરમાં તહેવારોની વણઝાર શરૂ થવાની છે, ત્‍યારે મનપા દ્વારા જનમાષ્‍ટમીના તહેવારોને અનુલક્ષીને મેળા માટે તૈયારીઓ આદરવામાં આવી છે.

રંગીલા રાજકોટીયનો જનમાષ્‍ટમીમાં મેળામાં ખુબજ મહાલે છે અને ભરપુર આનંદ કરે છે. મનપાએ પોતાના હસ્‍તકના ૩ પ્‍લોટ પણ ખાનગી મેળા માટે ભાડે આપવા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કર્યા છે. જેમાં નાના મવા સર્કલ, સાધુવાસવાણી રોડ તથા અમીન માર્ગ કોર્નર ખાતેના પ્‍લોટની ટેન્‍ડર મારફત ફાળવણી કરાશે.

મનપા દ્વારા નાનામવા સર્કલના કોર્નરના ૯૪૩૮ ચો.મી. પ્‍લોટ માટે દરરોજના પ્રતિ ચો.મી. રૂા. પ ની અપસેટ કિંમત નકકી કરવામાં આવી છે. જયારે સાધુવાસવાણી રોડ ખાતેના કુલ પ૩૮૮ ચો.મી. પ્‍લોટ તથા અમીન માર્ગ કોર્નરના ૪૬૬૯ ચો.મી.ના પ્‍લોટ માટે પણ દરરોજના પ્રતિ ચો.મી. રૂા. પ ની અપસેટ કિંમત નકકી કરવામાં આવી છે. ખાનગી મેળા માટે મનપા દ્વારા ત્રણેય પ્‍લોટ ભાડે આપવા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરાયા છે. ઉપરાંત સરકારની SOP મુજબ તમામ નિયમો ચુસ્‍તપણે અમલ કરાવવામાં આવશે

(3:48 PM IST)