<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

મહિકાની સ્‍કૂલમાં હોમવર્ક ન કરનાર ધોરણ-૬ના છાત્રને શિક્ષકે સ્‍ટીલની ફુટપટ્ટીથી ફટકાર્યો

ગઢકા ગામના ૧૧ વર્ષના શાકીર ઓડીયાને સારવાર માટે હોસ્‍પિટલમાં બાળકોની હોસ્‍પિટલમાં ખસેડાતાં પોલીસને જાણ કરાઇઃ શિક્ષીકાએ લેશન ન કરનારા ત્રણને ઉભા કર્યા હતાં: બાદમાં અજયસરે આવી ફટકાર્યાનો આક્ષેપ

 

રાજકોટ તા. શહેરના રાજકોટ-ભાવનગર હાઇવે પર ઠેબચડના રસ્‍તે આવેલા મહિકા ગામની ખાનગી શાળામાં ધોરણ-૬માં અભ્‍યાસ કરતાં એક છાત્રને તે હોમવર્ક કરીને ન ગયો હોઇ શિક્ષકે તેને સ્‍ટીલની ફૂટપટ્ટીથી ફટકારતાં ઇજા થતાં સારવાર લેવી પડી હતી. આ અંગે તબિબે પોલીસ કેસ જાહેર કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ ગઢકા ગામે રહેતાં શાકીર ગફારભાઇ ઓડીયા (ઉ.વ.૧૧)ને મહિકા ગામે આવેલી ડ્રીમલેન્‍ડ સ્‍કૂલમાં હતો ત્‍યારે શિક્ષકે ફુટપટ્ટીથી માર મારતાં હાથમાં છોડુ પડી ગયું હોઇ દુઃખાવો થતો હોઇ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં લાવવામાં આવતાં તબિબે સારવાર આપી એમએલસી-પોલીસ કેસ જાહેર કરતાં શાકીરને લઇને તેના માતા-પિતા આજીડેમ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં.શાકીરના માતાનું નામ સલમાબેન છે અને પિતાનું ના ગફારભાઇ છે. ગફારભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે શાકીર બે ભાઇમાં મોટો છે અને ડ્રીમલેન્‍ડ સ્‍કૂલમાં ધોરણ-૬માં અભ્‍યાસ કરે છે. ગઇકાલે તે હોમવર્ક કરીને ગયો ન હોઇ જેથી શિક્ષકે માર માર્યો હતો. વધુમાં કહ્યું હતું કે વર્ગ શિક્ષીકાએ જે જે છાત્રો લેશન કરીને ન આવ્‍યા હોઇ તેને ઉભા થવાનું કહેતાં બીજા બે છાત્રો સાથે મારો દિકરો શાકીર પણ ઉભો થયો હતો. બાદમાં અજયસર આવ્‍યા હતાં અને સ્‍ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હતો. મારા દિકરાને હાથમાં ભારે દુઃખાવો થતાં હોવાથી અમારે તેને સારવાર માટે દાખલ કરવો પડયો હતો. મારને કારણે દિકરો રડવા માંડયો હતો. સાંજે તે સ્‍કૂલબસ મારફત ઘરે આવ્‍યો ત્‍યારે અમને ઘટનાની ાજણ થઇ હતી. અમે આ અંગે પોલીસ સ્‍ટેશને કાર્યવાહી માટે આવ્‍યા છીએ. તેમ વધુમાં ગફારભાઇએ કહ્યું હતું.

(3:49 PM IST)