<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

૧૯૨૭ને મંજુરી : પ૧ર પેન્‍ડીંગ કયા છે મંદી ? ૩ મહિનામાં ર૪૬૯ નવા બિલ્‍ડીંગ પ્‍લાન મુકાયા

રાજકોટ, તા. ૫: બાંધકામક્ષેત્રમાં મંદીની વાતો વચ્‍ચે પણ શહેરમાં નવા બિલ્‍ડીંગો અને અન્‍ય પ્રોજેક્‍ટો માટે બિલ્‍ડીંગ પ્‍લાન મુકવાની ઝડપ ઘટી નથી. છેલ્લા ત્રણ માસ દરમિયાન મનપાના ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં ૨૪૯૬ નવા બિલ્‍ડીંગ પ્‍લાન મુકવામાં આવ્‍યા છે. ૧૯૨૭ મંજુર કરી ૫૧૨ પેન્‍ડીંગના નામે મંજુરીની વિચારણા અંગે પડતા મુકી દેવામાં આવ્‍યા  છે. ટાઉન પ્‍લાનીંગ વિભાગના વિસર્જનની કામગીરી કર્યા બાદ ત્રણેય ઝોનમાંથી નવા બિલ્‍ડીંગ પ્‍લાન અને બાંધકામ પરમીશન મંજુરીની કાર્યવાહી ખોરંભે ચડી હોવાનું મનપા લોબીમાં ચર્ચાઇ રહયું છે.

શહેરમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ નવા બિલ્‍ડીંગ પ્‍લાન તેમજ બાંધકામ પરમીશન અંતર્ગત નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવી હતી. ગેમઝોન દુર્ઘટનામાં પણ ટાઉન પ્‍લાનીંગ વિભાગની બેદરકારી બહાર આવી હતી તેમજ ટીપી વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનું ખુલવા પામેલ જેના લીધે એ સમયે ત્રણય ઝોનમાં ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર એ.આઈ. સહિતના પુરા સ્‍ટાફની બદલી કરવામાં આવી હતી. ત્રણેય ઝોનમાં એક એટીપીને ત્રણ વોર્ડ સોંપવામાં આવેલ હતાં. જેના લીધો ૧૮ વોર્ડ માટે ૬ એટીપી કાર્યરત હતાં. જે તમામની અન્‍ય વિભાગમાં બદલી કરી નવા સ્‍ટાફને ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં બેસાડવામાં આવ્‍યો છે. તેવી જ રીતે ટાઉન પ્‍લાનીંગ વિભાગની ફાઈનલ મંજુરી આપવીની તમામ સત્તાઓ સીટી ઈજનેરને સુપ્રત કરાતા છેલ્લા ઘણા સમયથી ટીપી વિભાગની તમામ પ્રકારની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાની ફરિયાદ બિલ્‍ડર એસોસીએશન દદ્વારા ગાંધીનગર સુધી કરી હતી.  છતાં આજ સુધી ગાડી પાટે ન ચડી હોવાનું જાણવા મળેલ છે.

શહેરના નવા વિસ્‍તારોમાં હાલ અનેક હાઈરાઈઝ બિલ્‍ડીંગો તૈયાર કરવા માટે બિલ્‍ડરો દ્વારા બિલ્‍ડીંગ પ્‍લાન ઝોનવાઈઝ મુકવામાં આવી રહ્યા છે. છેલ્લા ૯૦ દિવસમાં સેન્‍ટ્રલ, ઈસ્‍ટ અને સૌથી વધુ વેસ્‍ટ ઝોનના વિસ્‍તારમાં કુલ ૨૪૬૯ નવા બિલ્‍ડીંગ પ્‍લાન મંજુરી અર્થે મુકવામાં આવ્‍યા હતાં. સ્‍થળ તપાસ અને ડોકયુમેન્‍ટની ચકાસણી કર્યા બાદ ટાઉન પ્‍લાનીંગ વિભાગ દ્વારા મુકાયેલા પ્‍લાન પૈકી ૧૯૨૭ને મંજુરી કરવામાં આવ્‍યા છ ે. જ્‍યારે બાકીના ૫૧૨ પેન્‍ડીંગ રાખ્‍યા હોવાનું ટીપી વિભાગ જણાવી રહ્યું છે.

મહાનગરપાલિકાએ બાંધકામ પરમીશન એટલે કે, બીયુ સર્ટી અંતર્ગત છેલ્લા એક વર્ષથી કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ખાસ કરીને ફાયર વિભાગના એસઓપી મુજબ બાંધકામ તૈયાર કરવામાં આવ્‍યું હોય તેમજ ઈમ્‍પેક્‍ટ ફી હેઠળ વધારાનું બાંધકામ કરવામાં આવ્‍યું હોય ત્‍યારે બીયુ સર્ટી આપવામાં આવી રહ્યું છે. પરંતુ ફાયર અને ઈમ્‍પેક્‍ટ ફી હેઠળ આવતા નિયમોની તમામ પ્રકારની અમલવારી ન થઈ શકતી હોય છતાં બાંધકામ પરમીશન માટે અરજી કરવામાં આવી હોય તેવી ત્રણ માસમાં ૧૬૦૦ અરજીઓ ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં આવી છે. જે પૈકી ૧૧૬૫ અરજી મંજુર કરી તમામ બાંધકામોને બીયુ સર્ટી ફાળવવામાં આવ્‍યા છે. જ્‍યારે નિયમોનું ઉલંઘન થયું હોય તેવી ૪૩૫ શંકાસ્‍પદ અરજી પેન્‍ડીંગના બહાને નામંજુર કરવામાં આવી હોવાનું ટીપી વિભાગમાંથી જાણવા મળેલ છે

(4:15 PM IST)