News of Saturday, 5th July 2025
શ્રી કોઠારીયા નાકા મિત્રમંડળ ટ્રસ્ટ દ્વારા ઓપન રાજકોટ સિવણ હરિફાઇમાં વિજેતાઓનો સત્કાર સમારંભઃ કાંતાશ્રી વિકાસ ગૃહ ટ્રસ્ટીના સહયોગથી સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ

રાજકોટઃ શ્રી કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા બહેનોની ઓપન રાજકોટ શિવણ હરીફાઈમાં વિજેતા થયેલ બહેનોનો સત્કાર સમારંભ નેહાબેન દફતરીના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય મહેમાન ચિમનભાઈ શુકલ લોક જલ્યાણ ચેરીબેટલ ટ્રસ્ટના ટ્રસ્ટી નેહલભાઈ શુકલ આચાર્ય શ્રી એ. એસ. પંડયા, (સરકારી પોર્લીટેકનિક રાજકોટ) તેમજ એ.વી.પી.ટી. કોલેજ અતુલભાઈ મોદી, સારંગીબેન ભટ્ટ કોમીક ડીઝાઈનના ૪૭ શ્રી જયેશભાઈપરસાણા, ગીરીશભાઈ પરસાણા, કિશોરભાઈ પરસાણા, શ્રી હેમભાઈ ચૌહાણ, ઉમેશ જે.પી., ઈલાબેન મોદીના અતિથિ વિશેષ પદે યોજવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત પૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ.
સ્વાગત પ્રવચન શ્રી નિરવભાઈ પારેખે કરેલ. મંડળની રૂપરેખા શ્રી ભરતભાઈ ત્રિવેદીએ આપેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી સુબોધભાઇ રાધનપુરા અને શ્રી ભરતભાઈ પારેખે કરેલ.
આ ઓપન રાજકોટ શિક્ષણ હરિફાઈમાં ૧૯૦ બહેનો ને ઉમંગથી ભાગ ભાગ લીધેલ. આ પંજાબી કુતો હરીફાઈમાં પ્રથમ નં. શ્રી ડાભી રીતુબેન, બીજા નંબરે ધ્સિધ્ધપુરા જીજ્ઞાબેન, ત્રીજો નંબરઃ છત્રાહર મીતાબેન આ વેલ તેમજ આશ્વાસન ઈનામ પ્રથમ નંબરઃ છાંટબાર જલ્યાબેન, બીજા નંબરઃ દલવાણી રીઝવાણીબેન આવેલ. વિજેતા બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઈનામો તેજાજ રોકડ પુરસ્કાર ભાગ લીધેલ તમામ બહેનો ગીફટ આપવામાં આવેલ. પહેલા, બીજા અને ત્રીજા તેમજ જરૂરીયાત મંદ પરીવારને સીલાઈ મશીન કાંતાસ્ત્રી વિકાસ ગળહ શ્રીમતી નેહાબેન દફતરી ના સહયોગથી આપવામાં આવેલ. શ્રી નેહલભાઈ શુકલ જણાવેલ કે મંડળ દ્વારા છેલ્લા ૫૪ વર્ષથી સમાજલક્ષી વિવિધ પ્રવળતિ ચાલે છે
મહીલાઓના જીવન વ્યતીત કરી શકે તેમજ જીવન પ્રગતિ સાધવા માટે કશુ કરી છુટવાની વળતિ જરૂરી છે. શિક્ષણ વગેરે જેવી રાજય સરકારની મહીલા સશકતી કરણ યોજવાનો લાભ લેવા તેમણે અનુરોધ કરેલ અને કહેલ કે જેમ કપડાના અલગ અલગ કટકાને સાંધવાથી મનમોહક આકાર આપી શકાય છે એવી રીતે જ્ઞાન અને વાણીની સિલાઈ થકી જીવનનો ઘાટ ઘડી શકાય છે મંડળની આવી સમાજલક્ષી પ્રવળતિઓને વિરદાવેલ ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ ઉદ્વોધન કરેલ. આભાર વિધી શ્રી કેવલભાઈ પાટડીયાએ કરેલ. અશોકભાઈ પાટડીયા, રાજુભાઈ મહેતા, પંકજભાઈ કરાગભાઈ પાટડીયા, મોદીભાઈ, તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવેલ. શ્રી કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ, રાજકોટ. મો.૯૩૭૫૧ ૩૦૨૬૨ અને મો. ૯૮૨૪૮ ૩૧૨૮૬
(3:55 PM IST)










