<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

‘સંગીત મંચ' પર શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ

પ્રિય વાંચક મિત્રો :

આર્ટ અને ઓલ ફાઉન્‍ડેશન તથા આરાધના સંગીત એકેડમીના સંયુકત આયોજનથી ‘સંગીત મંચ' નામનો સુંદર કાર્યક્રમનું અમદાવાદ ખાતે આયોજન થયું.

જેમાં જાણીતા શાષાીય કલાકાર ડો. પ્રદિપ્તાબેન ગાંગુલીને ‘ઉત્‍સવ મૂર્તિ દ્વારા' સન્‍માનિત કર્યા. કાર્યક્રમની શરૂઆત આરાધના સંગીત એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્‍વતીની પ્રાર્થનાની તથા કજરીની (જે બનારસ ધરાનામાં વર્ષા ઋતુમાં ગવાય છે) સુરીલી પ્રસ્‍તુતિ કરી. જેના શબ્‍દો હતાં. ‘બરસન લાગી બદરીયા રૂમ ઝૂક કે'.

ત્‍યારબાદ ભોપાલથી પધારેલ શ્રી અનિરૂધ્‍ધ જોશીએ સિતાર પર રાગ ઝીંઝોટીની સુંદર પ્રસ્‍તુત કરી. જેમાં જોડ, ઝાલા, ત્‍થા તાલ ત્રિપાલ રાગને ખૂબ સરસ રીતે વિસ્‍તારી સંગીત રસિક ગણની દાદ માંગી. તેમની સાથે શ્રી જાજવલ્‍ય શુકલની સુસંગતને શ્રોતાગણે તાલીઓથી વધાવી લીધી.

ત્‍યારબાદ કલકત્તાથી પધારેલ શ્રી પલાશ કુરી એ રાગ મિયા મલ્‍હાર પ્રસ્‍તુત કર્યો. વરસાદી મહોલમાં રાગ મિયા મલ્‍હાર ખુબ જામ્‍યો. વિલંબિત એકતાલ અને ત્રિતાલમાં રાગને પૂરતો ન્‍યાય આપીને ગાયો. ત્‍યારબાદ  એક તાલમાં રાગ દેશ, ગાયો, બંગાળીની યુનિક ગાયકી ‘ન ઝરૂલ ગીત' રાગ યમનમાં પ્રસ્‍તુતિ કરી લોકોના દિલ જીતી લીધા. અંતમાં ભજન રાગ - ભૈરવીમાં પ્રસ્‍તુત કરી અલૌકિત વાતાવરણ ઉભુ કર્યું.

સોલ એન્‍ડ આર્ટ ફાઉન્‍ડેશનના પ્રણેતા શ્રી વ્‍યાનું વ્‍યાસે કલાકારોને સૂર મણિ, તાલ મણિના  બિરૂદ થી નવાજયા, ભરૂચના યુવા ગાયિકા ડો. જાનકી મીઠાઇવાલા એ ડો. પ્રદિપ્તા ગાંગુલીને શાલ તથા ‘ઉત્‍સવ મૂર્તિ' થી નવાજયા.

સમગ્ર કાર્યક્રમ વર્ષા ઋતુના મ્‍હેકમાં રસિક શ્રોતાગણથી ભરેલા લાયન્‍સ હોલમાં ખૂબ સુંદર રીતે ઉજવાયો.

ડો. મોનિકા શાહ

drmonicashah@gmail

શાષાીય અને ઉપશાષાીય

સંગીતના ગાયિકા, આરાધના સંગીત એકેડમી અમદાવાદ

(4:06 PM IST)