<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

આંગણવાડીના પ૪ બાળકોમાં કેન્‍સર, હૃદય, કિડની સહિતના ગંભીર રોગના લક્ષણો મળ્‍યા

મનપા દ્વારા ર૧૯ર૬ ભુલકાઓની આરોગ્‍ય ચકાસણી

રાજકોટ, તા. ૫: મનપાના આરોગ્‍ય વિભાગની ટીમ આંગણવાડીના બાળકોને આરોગ્‍ય તપાસમાં બહાર આવી છે. જૂન માસ દરમિયાન તમામ આંગણવાડીમાં બાળકોની આરોગ્‍ય ચકાસણી દરમિયાન ૧૬ બાળકોમાં કેન્‍સર અને હાર્ટ એટેકના લક્ષણો જોવા મળતા ચિંતાનો વિષય બન્‍યો છે.

મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ કાર્યક્રમો હેઠળ શાળાઓ તેમજ આંગણવાડીમાં અભ્‍યાસ કરતા બાળકોની આરોગ્‍ય ચકાસણી માટે કેમ્‍પના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂન માસ દરમિયાન શહેરની અલગ અલગ આંગણવાડીના તમામ બાળકોની દરેક પ્રકારની આરોગ્‍ય ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગંભીર રોગોના ચિંતાજનક આંકડાઓ બહાર આવ્‍યા છે.

જેમાં ખાસ કરીને બાળકોને અમુક ઉંમર બાદ ઘાતક બિમારી થઈ શકે તેવા અત્‍યારથી લક્ષણો જોવા મળ્‍યા છે. આરોગ્‍ય વિભાગે જાહેર કરેલ આંકડા મુજબ હાર્ટપેશન્‍ટ ૧૪, કેન્‍સર ૨, લીવરના પેશન્‍ટ ૨, ટીબી ૨, દાંતના રોગના ૧૮, કાનમાં બહેરાશ ૬ અને લોહીની ટકાવારી ઓછી એટલે કે એનેમીયાના ૯૪ બાળકો  નોંધાયા છે. કુલ ૨૧,૯૨૬ બાળકોની તપાસ દરમિયાન ગંભીર રોગના લક્ષણો ધરાવતા ૫૪ બાળકોનું અલગથી લીસ્‍ટ તૈયાર કરવામાં આવ્‍યું છે.

આરોગ્‍ય વિભાગના સતાવાર સુત્રોના જણાવ્‍યા મુજબ હાલમાં તમામ બાળકો નોર્મલ હોય છે. પરંતુ ભવિષ્‍યમાં આ પ્રકારના રોગનો ભોગ ન બને તે માટે તમામ બાળકોને સારવાર આપવામાં આવશે. તેવી જ રીતે દર માસે ચેકિંગ દરમિયાન આ પ્રકારના ગંભીર લક્ષણો ધરાવતા બાળકો આવે ત્‍યારે તેમની સારવાર કરી ફરી વખત કેમ્‍પ દરમિયાન આ બાળકોની ખાસ ચકાસણી કરાતી હોય છે.

(4:09 PM IST)