News of Monday, 7th July 2025
જાત મહેનત કરો એટલે કદી મોટપ ન આવેઃ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિકાસનો અપ ટુ ડેટ રોડમેપ વર્ણવતા નવનિયુકત કુલપતિ : *અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રચર સાથે યુનિવર્સિટીનું નવું બિલ્ડીંગ-કેમ્પસ ટુંક સમયમાં કાર્યરત કરવાની નેમઃ તમામ ખાલી જગ્યાઓ ઉપર ભરતી * કોઇનું અહિત નહીં, ખોટું ન કરવું, ગેરશિસ્ત નહીં ચલાવી લેવાય, સમય-વચનમાં પાછીપાની નહીં તથા કલંક લાગે તેવું એક પણ કાર્ય ન કરવાનો અકિલા સમક્ષ કોલ આપતા ગુજરાતના સૌથી અનુભવી વાઇસ ચાન્સેલરઃ પદ-પ્રતિષ્ઠા-સેવાની તક આપવા બદલ ઇશ્વરનો આભાર માન્યો * વિદ્યાર્થીલક્ષી-શિક્ષણલક્ષી-સમાજલક્ષી-સેવાકીય કાર્ય માટે યુનિવર્સિટીના તમામ વિભાગો સદાય તત્પરઃ કલાસરૂમ ટીચીંગના મહત્વ સાથે યુનિવર્સિટીને નવી ઉંચાઇ ઉપર લઇ જવાશેઃ સ્વ નરસિંહ મહેતાના ગુણોને પ્રાધાન્ય

અકિલા પરિવાર સાથેના વર્ષો જુના આત્મીય સંબંધોના કારણે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના નવનિયુકત ત્રીજા કાયમી કુલપતિશ્રી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ-માર્ગદર્શન મેળવ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. ભવિષ્યમાં યુનિવર્સિટીના વિકાસ-કાર્યો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી જે દ્રશ્યમાન થાય છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા. ૭ઃ જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા ઍમ ચાર જીલ્લાની કુલ ૧૬પ કોલેજા તથા ૯૦ જેટલા પી.જી. સેન્ટર્સનું નિયમન અને નિયંત્રણ કરતી તથા ગુજરાત વિધાનસભાના કાયદા હેઠળ સ્થપાયેલ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ત્રીજા કાયમી કુલપતિ તરીકે તાજેતરમાં પ્રો. પ્રતાપસિંહ ચૌહાણની સરકારશ્રી દ્વારા નિયુકિત કરવામાં આવી છે.
અકિલા પરિવાર સાથેના વર્ષો જુના આત્મીય સંબંધોને કારણે પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ-માર્ગદર્શન મેળવ્યા હતા. સાથે સાથે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ભવિષ્યના વિકાસનો અપ ટુ ડેટ રોડમેપ વર્ણવ્યો હતો.
કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીને સરકારશ્રી દ્વારા ફાળવાયેલ ર૩પ ઍકર (પ૮૮ વિઘા) જેટલી જગ્યા ઉપર અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રચર સાથે વિવિધ ભવનો-ઍડમીન અોફીસ-લાયબ્રેરી-કમ્પ્યુટર લેબ-કોન્ફરન્સ હોલ-પ્લે ગ્રાઉન્ડ- રીસર્ચ ફેસેલિટીઝ સાથેનું ગ્રીન કેમ્પસ ટુંક સમયમાં કાર્યરત થઇ જશે. યુનિવર્સિટીના નવા કેમ્પસને પ્રાયોરીટીમાં મુકવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટીમાં ટીચીંગ-નોન ટીર્ચીગની ખાલી જગ્યાઅો ઉપર ભરતી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે.
પોતાને પદ, પ્રતિષ્ઠા અને સેવાની તક આપવા બદલ ઇશ્વરનો આભાર માનતા પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે મો. નં. ૯૦૯૯૯ ૩૯૪૦૯ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં કોઇનું અહિત નહીં, કદી ખોટું ન કરવું, ગેરશિસ્ત નહીં ચલાવી લેવાય, સમય-વચનમાં પાછીપાની નહીં થાય તથા કલંક લાગે તેવું ઍક પણ કાર્ય ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ન થાય સહિતના સિધ્ધાંતોને પ્રાધાન્ય આપવામાં આવશે. ‘વૈષ્ણવજન તો તેને રે કહીઍ...’ ભજન-ગીતના રચિયતા સ્વ. નરસિંહ મહેતાના ગુણોની મહત્વતા સાથે વિદ્યાર્થીલક્ષી-શિક્ષણલક્ષી-સમાજલક્ષી-સેવાકીય કાર્ય માટે યુનિવર્સિટીના તમામ વિભાગો તત્પર રહેશે. સાથે સાથે કલાસરૂમ ટીચીંગના મહત્વ સાથે યુનિવર્સિટીને ઍક નવી ઉંચાઇ ઉપર લઇ જવાની નેમ કુલપતિશ્રીઍ વ્યકત કરી હતી. અંતમાં વિદ્યાર્થીલક્ષી શીખ આપતા પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ઇશ્વરની સાક્ષીઍ ગ્રાઉન્ડ લેવલે જાત મહેનત કરો ઍટલે કદી મોટપ ન આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ત્રીજા કાયમી કુલપતિ તરીકે નિમાયેલા પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ સમગ્ર ગુજરાતની સરકારી યુનિવર્સિટીઅોમાં ૧૦ વર્ષ જેટલા સમય માટે કુલપતિ તરીકે ફરજ બજાવનારા ગુજરાતમાં કદાચ ઍકમાત્ર છે. સૌથી અનુભવી વાઇસ ચાન્સેલર તરીકે હવે તેઅો ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે કાર્ય કરીને હજુ નવો કિર્તીમાન સ્થાપિત કરવા જઇ રહયા છે. અગાઉ તેઅોઍ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તથા શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી, ગોધરા ખાતે કુલપતિ તરીકે પ્રેરણારૂપ તથા યશસ્વી ફરજ બજાવી છે. ઍક સફળ કુલપતિ તરીકે પોતાની ઉપર વિશ્વાસ મુકવા બદલ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલનો હ્દયપૂર્વક આભાર માન્યો હતો.
લોકશાહીના પાયા સમાન પ્રેસની મહત્વતા જરા પણ ઓછી ન આંકી શકાયઃ પ્રો. ચૌહાણ
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના નવનિયુકત કુલપતિ શ્રી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે અકિલા કાર્યાલય ખાતે જણાવ્યું હતું કે તંદુરસ્ત લોકશાહીનો ચોથો સ્તંભ (પાયો) ગણાતા પ્રેસ-મિડીયાની મહત્વતા જરા પણ ઓછી ન આંકી શકાય. પ્રેસ-મિડીયા દ્વારા કરવામાં આવતા રીપોર્ટીંગ મારફતે લોકો અને તંત્ર તથા સત્તાધીશો હંમેશા જાગૃત રહે છે. સમાચારની ઝડપ, તટસ્થતા, વિશ્વસનિયતા તથા સચોટતામાં અકિલા હંમેશા અગ્રેસર રહેતું હોવાનું પણ પ્રો. ચૌહાણે જણાવ્યું હતું.(૬.ર)
યુનિવર્સિટી દ્વારા સક્રીયપણે થનાર કાર્યો કુલપતિએ જણાવ્યા
અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમ્યાન કુલપતિશ્રી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા સક્રીયપણે થનાર કાર્યો જણાવવામાં આવ્યા હતા, જેની ઉપર એક નજર કરીએ તો...
* તટસ્થ મૂલ્યાંકન સાથે વિવિધ પરીક્ષાઓના પરિણામો પારદર્શીતા સાથે ટુંકાગાળામાં આપી દેવામાં આવશે.
* ઓનલાઇન પીએચ.ડી. એન્ટ્રેન્સ ટેસ્ટનું પરિણામ સેઇમ ડે જાહેર કરાશે.
* વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માહિતી આપીને રોજગાર મળી રહે તેવા પ્રયત્નો કરાશે.
* સાથે સાથે વિદ્યાર્થીઓ ‘જોબ સીકર નહીં પરંતુ જોબગીવર' બને તે રીતે પ્રોત્સાહન અપાશે. વિદ્યાર્થીઓને એન્ટ્રોપ્રેન્યોર્સ બનવા માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો સાથે કાર્યરત કરવામા આવશે.
* સ્કીલ ડેવલપમેન્ટ, સ્વાવલંબન ભારત અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાશે.
* એન.એસ.એસ.,એન.સી.સી. તથા સ્પોર્ટસ ક્ષેત્રે વિદ્યાર્થીઓને રાજય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે.
* ફેકલ્ટીઝ તથા વિદ્યાર્થીઓને ‘રીસર્ચ એન્ડ ઇનોવેશન' માટે તમામ પ્રોત્સાહન અપાશે.(૬.ર)
કુલપતિ પ્રો. ચૌહાણનો નવતર અભિગમઃ રોજ એક કોલેજની સરપ્રાઇઝ વિઝીટ
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ત્રીજા કાયમી કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યાના ત્રીજા જ વર્કીગ દિવસથી એક નવતર અભિગમની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તેઓ કોલેજના રેગ્યુલર સમય દરમ્યાન રોજ એક કોલેજની સરપ્રાઇઝ વિઝીટ કરી રહયા છે. વિદ્યાર્થીઓનું સાચું ઘડતર કલાસરૂમ ટીર્ચીગમાં જ છે, તે હકીકતને સામે રાખીને કોલેજના આચાર્યો, ટીર્ચીગ-નોટ ટીચીંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સાથે કુલપતિ શ્રી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ સીધો સંવાદ કરી રહયા છે. મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ઝડપી અને જરૂરી પગલા લઇ રહયા છે. આજના વિદ્યાર્થીઓ જ ભારતના ભાવિ ઘડવૈયા બનીને ‘વિકસિત ભારતનું નિર્માણ કરશે તેવો પણ દ્રઢ વિશ્વાસ કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે વ્યકત કર્યો હતો. વિદ્યાર્થીઓમાં શિક્ષણ શિસ્ત, સેવાકીય વૃતિ, સંસ્કાર, જ્ઞાન-માહિતી, હકારાત્મકતા અને આત્મવિશ્વાસ ખુબ જરૂરી હોવાનું પણ અંતમાં જણાવ્યું હતું.
(2:20 PM IST)










