તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
તરઘડીયા ચોકડી ત્રિમંદિર પાસે અર્ટીગા ઉંધી વળતાં રાજકોટના બે ભાઇઓને ઇજા
અમદાવાદથી પરત રાજકોટ આવવા ઉજાલા સર્કલથી કારમાં ભાડેથી બેઠા હતાં: મનિષભાઇ ગોડા અને યોગેશભાઇ ઝવેરી સારવારમાં

રાજકોટ તા. ૭: કુવાડવા નજીક તરઘડીયા ચોકડી પાસે ત્રિમંદિર પાસે અર્ટીગા કાર પલ્ટી ખાઇ જતાં રાજકોટના બે કુટુંબી ભાઇઓને ઇજા થઇ હતી. ચાલકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.
જાણવા મળ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર નિલકમલ પાર્કમાં રહેતાં મનિષભાઇ શામળજીભાઇ ગોડા (ઉ.વ.૫૨) અને તેના કુટુંબી ભાઇ પંચાયત ચોક ગુલમહોર સોસાયટીમાં રહેતાં યોગેશભાઇ જેન્તીલાલ ઝવેરી (ઉ.વ.૫૫) અમદાવાદ કામ સબબ ગયા હોઇ ત્યાંથી પરત રાજકોટ આવવા ગત સાંજે ઉજાલા સર્કલથી એક અર્ટીગામાં ભાડેથી બેઠા હતાં.
રાતે સાડા ત્રણેક વાગ્યે તરઘડીયા ચકોડી ત્રિમંદીર પાસે કાર પહોંચી ત્યારે એકાએક પલ્ટી મારી જતાં મનિષભાઇ અને યોગેશભાઇને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્તિસિંહે કુવાડવા પોલીસને જાણ કરી હતી. અકસ્માત થયો ત્યારે બંને ભાઇઓ ઉંઘમાં હતાં.
(2:02 PM IST)










