<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

રાજકોટ RTOમાં લર્નીંગ લાયસન્‍સ માટે આજથી ફેસલેસ સિસ્‍ટમઃ નોન ફેસલેસમાં અલગ કાર્યવાહી

રાજકોટ તા. ૭: વાહન વ્‍યવહાર વિભાગ દ્વારા આજથી RTOમાં ફેસલેસ સિસ્‍ટમ અલગ બનાવવામાં આવી છે હવે લર્નીંગ લાયસન્‍સ માટે અરજદારો કચેરીએ ધકકા ખાવામાંથી મુકત મળશે.

લર્નિંગ લાયસન્‍સ મેળવવાની કામગીરીનું સરકાર દ્વારા સરળીકરણ કરવામાં આવેલ છે. જે પ્રક્રિયાના ભાગરૂપે અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્‍સની સેવા આધારે બેઝડ ઇ-કેવાયસી થકી કોન્‍ટેકટલેસ (ફેસલેસ) થકી મેળવી શકે તે ઉમદા હેતુથી વાહન વ્‍યવહાર કમિશનરની કચેરી દ્વારા આજથી નવી સિસ્‍ટમ અમલી બનાવી છે, જો અરજદાર નોન-ફેસલેસ અરજી કરવા માંગે તે કિસ્‍સામાં આટીઓ-એઆરટીઓ, આઇટીઆઇ, પોલીટેકનીક કચેરી ખાતે લર્નિંગ લાયસન્‍સની અરજી ચકાસણી તથા ટેસ્‍ટની કામગીરી અર્થે મુલાકાત લેવાની રહેશે

(2:28 PM IST)