તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
અગ્નિકાંડના કેસમાં સાગઠીયા સહિત સાત ડીસ્ચાર્જ આરોપીઓની અરજી રદ
દરેક આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય ગુનાહિત પુરાવો છેઃ આરોપીઓને બિન-તહોમત છોડી મુકાય તેવો કોઇ જ પુરાવો નથીઃ સ્પે. પી. પી. તુષાર ગોકાણીની દલીલો સ્વીકારી કોર્ટે ડીસ્ચાર્જની અરજી ફગાવી દીધી

રાજકોટ, તા. ૭ : સમગ્ર ગુજરાતભરમાં હાહાકાર મચાવનાર રાજકોટના અગ્નિકાંડમાં પકડાયેલા આરોપીઓ પૈકીના મુખ્ય સુત્રધાર મનસુખ સાગઠીયા સહિતના સાત આરોપીઓએ કરેલ ડીસ્પાર્જની અરજીના મામલે આજે સેસન્સ કોર્ટે દ્વારા આજે બપોરના ૩-ર૦ કલાકે તમામ આરોપીઓની, ડીસ્ચાર્જની અરજીઓ ફગાવી દીધી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ સહિત ગુજરાતભરમાં ચકચાર જગાવનાર ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં કુલ ર૭ લોકોએ જાન ગુમાવ્યા હતા. આ કેસમાં સંડોવાયેલ આરોપીઓ પૈકીના સાત આરોપીઓ જેમાં મુખ્ય આરોપી મનસુખ ધનજી સાગઠીયા, ધવલ ભરતભાઇ ઠક્કર, નીતિન મહાવીર પ્રસાદ લીધા, ગૌતમ દેવશંકર જોષી, જયદીપ બાલુભાઇ ચૌધરી, રાજેશ નરસિંહ મકવાણા તથા ભીમાભાઇ જીવાભાઇ ઠેબાએ પોતાને કેસમાંથી ડીસ્ચાર્જ કરી બિન-તહોમત છોડી મુકવાની અરજી કરી હતી.
આ ડીસ્ચાર્જ અરજીની સુનાવહી પુરી થઇ ગયેલ હોય સ્પે. પી. પી. તેમજ બચાવ પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે આજે બપોરના ત્રણ વાગે બંને પક્ષના વકીલોને બોલાવ્યા હતાં. સંભવત આજે ચૂકાદો અપાઇ તેવી સંભાવના છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પ. પી. પી. તુષાર ગોકાણી, એન. પી. પી. નિતેશ કથીરીયા, પીડીત પરિવાર વતી સુરેશ ફળદુ, એન. આર. જાડેજા રોકાયા છે.
- આરોપીઓ તરફે વિધ્વાન વકીલશ્રીઓ દ્વારા કરેલ દલીલોનો ટૂંકો સાર
- આરોપીઓ નિર્દોષ છે અને તેઓની સામે પુરાવો ન હોવા છતાં પોલીસે ચાર્જશીટ કરેલ છે.
- ચાર્જ ફરમાવતી વખતે અદાલતે સંપૂર્ણ પુરાવાનું પળથકરણ કરવું જોઈએ અને જો એકથી વધારે દ્રષ્ટિકોણ સંભવિત હોય તો આરોપી તરફેના દ્રષ્ટિકોણને લક્ષમાં લઈ આરોપીઓને ડિસ્ચાર્જ એટલે કે બિનતહોમત છોડી મૂકવા જોઈએ.
- સાક્ષીઓના નિવેદનમાં સત્યતા જણાતી નથી અને અમુક સાક્ષીઓ મએ પોતાની જાતને બચાવવા પાછળથી ઉભી કરેલ સ્ટોરીને સમર્થન કરતા ખોટા નિવેદનો લખાવેલ છે.
- પોલીસ કાગળો માં સાહેદોના મૌખિક નિવેદનો સિવાયનો કોઈ સ્વતંત્ર પુરાવો રજૂ નથી અને જેથી કરીને આરોપીઓને ડિસ્ચાર્જ એટલે કે બિનતહોમત છોડી મૂકવા જોઈએ.
ラ પ્રોસિકયુશન તરફે સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી ની દલીલો
- ડિસ્ચાર્જ અરજી નિર્ણનિત કરતા સમયે અદાલત માત્ર મર્યાદિત રીતે પુરાવાનું મૂલ્યાંકન કરી શકે.
- આરોપીઓ તરફે સાહેદોની ઉલટ તપાસ કર્યા વિના કે સાહેદ જણાવે છે તેના વિરુદ્ધની હકીકત પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જણાવવાથી પ્રોસિકયુશનની પુરાવાની વિશ્વસનિયતા પડકારી શકાય નહીં.
- ડિસ્ચાર્જ અરજીનો નિર્ણય કરતા સમયે અથવા ચાર્જફ્રેમ કરતા સમયે પ્રોસીકયુશન તરફે રજૂ કરવામાં આવેલ પુરાવાઓ જેમાં સાહેદોના નિવેદનો તેમજ દસ્તાવેજો વિગેરે ધ્યાને લેતા ચાર્જફ્રેમ કરવા માટે પૂરતો પુરાવો છે કે કેમ તેટલુ જ જોવાનું રહે છે. આરોપીઓને સજા કરવા માટે પુરાવો નામદાર અદાલત સમક્ષ સોગંદ ઉપર જુબાની ન થાય ત્યાં સુધી નિર્ણિત થઈ શકે નહીં.
- કેસમાં ચાર્જફ્રેમ થઈ શકે તેટલો મજબૂત પુરાવો તપાસનીશ અમલદાર દ્વારા એકઠો કરી નામદાર અદાલત સમક્ષ મૂકવામાં આવેલ છે.
- આરોપીઓ તરફે કોઈ પણ જાતનો પુરાવો રજૂ કર્યા વિના હાલના તબક્કે મૌખિક રીતે પુરાવાનું માત્ર પોતાની સગવડ અને સમજણ મુજબ અર્થઘટન કરી તેનું વિશ્લેષણ કરવા માટે ‘‘મીની ટ્રાયલ'' ને કાયદો સમર્થન આપતું નથી.
- પ્રોસીકયુશન દ્વારા દરેક આરોપી વિરુદ્ધ દરેક કલમો હેઠળ ચાર્જફ્રેમ કરવો જોઈએ તેવી માંગણી કરેલ નથી પરંતુ જે આરોપીનો ગુનામાં જે રીતનો સહભાગ છે તે મુજબ જ તેવિ કલમો હેઠળ તેમની વિરુદ્ધ ચાર્જફ્રેમ કરવાની રજૂઆતો કરવામાં આવેલ છે જે પ્રોસીકયુશનની તટસ્થતા નો પુરાવો છે.
ラ ઉપર મુજબની પ્રોસીકયુશન તરફેની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલ વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ અદાલત દ્વારા પ્રોસીકયુશન તરફે દરેક આરોપીઓ ના ગુનાહિત કળત્યના સંદર્ભે તેમની સામે રજૂ થયેલ પુરાવા મુજબ વિવિધ કલમો હેઠળ પ્રથમ દર્શનીય રીતે પુરાવો હોવાનું માની આરોપીઓને સંપૂર્ણ બિનતોહમત છોડી મૂકવાની અરજી ફગાવી દીધેલ છે. (૯.ર૩)
(3:50 PM IST)










