News of Monday, 7th July 2025
શાળાઓના પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ લાવવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની માંગણી
રાજકોટ જિલ્લામાં કાયમી શિક્ષણાધિકારીની નિમણુંક કરો : આવેદન પત્ર

રાજકોટ, તા. ૭ : શાળાઓના પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ લાવવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ આજે આવેદન પત્ર પાઠવી કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની માંગણી કરી છે.
રાજકોટ શહેર/જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ રાજકોટની મીટીંગ મળેલ જે અંતર્ગત આવેલ પ્રશ્નોની વિગત કેટલાક પ્રશ્નો સત્વરે નિરાકરણ આવે તે માટે ઘટતુ કરવા માંગણી કરેલ છે. જેમાં વર્ષ-ર૦રર થી એલટીસી બીલ મંજુર થયેલ નથી. એલ.ટી.સી. અંતર્ગત ૧૦ દિવસ રજા રોકડા બાબત, ઉચ્ચ માધ્યમ ચાર્જ એલાઉન્સ બાકી ફાઇલો મંજુર કરવા બાબત. નિવૃત્ત રજા-રોકડા મંજુર કરવા બાબત, પેન્શન કેઇસ ગાંધીનગર મોકલવામાં આવે તે ફોરવર્ડીંગની એક નકલ શાળાને મોકલવા, નિવૃત્ત ગ્રેચ્યુટી મંજુર કરવા માંગ કરી છે.
વારંવાર અમે રજુઆત કરેલ હોય કોઇ અસરકારક કામગીરી થતી ન હોય આથી છેલ્લી અને અંતિમ રજુઆત હોય અન્યથા અમારે આગળ ઉપર પગલા ભરવાની ફરજ પડશે જેની નોંધ લેશો.
તેમ રજુઆતમાં ડો. પ્રિયવદન કોરાટ, ડો. લીલાભાઇ કડછા, ડો. તુષાર પંડયા, વિરડાભાઇ, વિનોદભાઇ ગજેરા, ભરતસિંહ પરમાર, એન.ડી. જાડેજા, અશોકભાઇ ભારાઇ, ડો. શૈલેષ સોજીત્રા સહિતના જોડાયા હતા.
(3:54 PM IST)










