<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

કિસાનપરામાં તાજીયા ઝુલુસમાં બાળક ભુલો પડયોઃ વાલીવારસ સંપર્ક કરે

પોતાનું નામ અલ્લારખા મન્‍સુરી જણાવે છેઃ એ-ડિવીઝન પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૭: શહેરના કિસાનપરા ચોકમાં ગઇકાલે મહોર્રમ નિમીતે તાજીયાનુ ઝુલુસ નીકળ્‍યું હોઇ અહિ ઝુલુસ જોવા આવેલો એક બાળક ભુલો પડી ગયો છે. આ બાળક પોતાનું નામ અલ્લારખા નદીમભાઇ મન્‍સુરી જણાવે છે અને તેની ઉમર આશરે ૧૪ વર્ષ હાોવનું કહે છે. બાળક પોતે અમદાવાદ જુહાપુરા મસ્‍જીદ પાસે રહેતો હોવાનું કહે છે. જો કે તેના પિતા કે બીજા કોઇ સગાના મોબાઇલ નંબર તેને મોઢે નથી.

આ બાળક પોતાના ભાઇનું નામ તાહીર હોવાનું અને તે રિક્ષા ચલાવતાં હોવાનું પણ કહે છે. જાગૃત નાગરીકે પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ કરતાં આ બાળકને એ-ડિવીઝન પોલીસને સોંપાયો હતો. બાળકને જામનગર રોડ ખાતે ચિલ્‍ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રાખવામાં આવ્‍યો છે. તસ્‍વીરમાં દેખાતા બાળકના કોઇ વાલીવારસ હોય તો ૬૩૫૯૬ ૨૭૪૩૬, ૯૭૧૪૩ ૯૯૧૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

(4:35 PM IST)