તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
બેડીનાકા પાસે વેલ્ડીંગ કામ વખતે વિજકરંટ લાગતાં રમેશભાઇ ગોૈડનું મોત
મુળ યુપીના યુવાને સારવારમાં દમ તોડયોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં જયહિન્દનગરમાં રહેતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૭: દૂધ સાગર રોડ પર એચજે સ્ટીલ પાસે જયહિન્દ નગરમાં રહેતાં રમેશભાઇ અભીમન્યુભાઇ ગોૈડ (ઉ.વ.૪૧) નામના યુવાનનું વેલ્ડીંગ કામ કરતી વખતે વીજકરંટ લાગવાથી મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
રમેશભાઇ તા. ૧/૭ના રોજ બેડીનાકા ટાવર પાસે પોતાની જયહિન્દ વેલ્ડીંગ નામની દૂકાને હતાં ત્યારે વેલ્ડીંગ કામ વખતે કરંટ લાગી જતાં બેભાન થઇ ગયા હતાં. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જ્યાં આજે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર રમેશભાઇ બે ભાઇમાં નાના હતાં. તેઓ મુળ યુપીના વતની હતાં. તેને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હોસ્પિટલ મારફત જાણ થતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.
(4:00 PM IST)










