તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
બુધવારે કેન્દ્રીય શ્રમ સંગઠનોનું હડતાલનું એલાન
કેન્દ્ર સરકારની કામદાર વિરોધી.. જન વિરોધી નીતિઓ સામે એલાન-એ-જંગ : બેંક-વીમા-ટેલિકોમ-વિજળી-આરોગ્ય- ઉદ્યોગ-ખનિજ-મધ્યાહન ભોજન ક્ષેત્રના કામદારો હડતાલમાં જોડાશે

રાજકોટ તા.૭: દેશની તમામ મુખ્ય કેન્દ્રીય શ્રમિક સંગઠન નો સંયુક્ત મંચ દ્વારા ૯ જુલાઈ ૨૦૨૫ના રોજ સમગ્ર દેશમાં હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની કામદારો વિરોધી, જનવિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓના વિરોધરૂપે આ હડતાળનું આયોજન કરાયું છે. બેંકોમાં પર્યાપ્ત માત્રામાં ભરતી કરવી રાષ્ટ્રીયકળત બેંકો ની શાખાઓ ની સંખ્યા મા વધારો, બેંકોના વ્યાપાર વધે છે અને દરેક બેંક ના નફામાં પ્રતિવર્ષ વળદ્ધિ થાય છે. બેંકો ઉપર સરકારી યોજનાઓ નો અમલ કરવાનું પણ દબાણ છે. આની સામે કર્મચારીઓ ની સંખ્યા વધવા ને બદલે ઘટતી જાય છે, તેની સામે ખાનગી બેંકો મા ઓછી શાખાઓ હોવા છતાં કર્મચારીઓ ની સંખ્યા વધતી જાય છે. બેંકો નું ખાનગીકરણ નહીં કરવું અને બેંકો મા સરકારી હિસ્સા નું વિનિવેષ નહીં કરવાની પણ માંગ છે તેમજ ખાનગી બેંકો નું રાષ્ટ્રીયકરણ કરવાની પણ માંગ છે. સારી સેવાઓ પુરી પાડવા બેંકો મા ક્લાર્ક/પટાવાળા ની ભરતી અત્યંત જરૂરી છે. LIC અને વીમા ક્ષેત્રે સીધા મૂડીરોકાણ ની ૧૦૦ ટકા છૂટ આપવાનો વિરોધ કરીએ છીએ. ચાર સામાન્ય વીમા કંપની ને એક કરવાની માંગ છે. ખાનગી વિમાં કંપનીને પ્રોત્સાહન આપવાની સરકાર ની માંગ નો વિરોધ કરીએ છીએ. ગુજરાત ના લગભગ દસ હજાર બેંક કર્મચારીઓ અધિકારીઓ આ હડતાલ મા જોડાશે.
મુખ્ય માંગણીઓ
કામદારોના હિતો સામે આવેલા ચાર શ્રમ કાયદાઓને પાછા ખેંચવા અને પૂર્વવત શ્રમ કાયદાઓ સાથે મજબૂત સુરક્ષા પૂરી પાડવી આવશ્યક વસ્તુઓની ઊંચી કિંમતો નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં અનિવાર્ય છે. બધા કામદારો માટે દર મહિને રૂ. ૨૬,૦૦૦ ની લઘુતમ વેતન સુનિヘતિ કરવું અને ૧૦૦૦૦ પ્રતિમાસ સંગઠીત અને બિનસંગઠીત કરારી કામદારો/ કર્મચારીઓ અને ખેત કામદારો સામાજિક સુરક્ષા નો લાભ. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સર્વવ્યાપી સામાજિક સુરક્ષા સુનિヘતિ કરવી ઇલેક્ટ્રોનિક્સ, શિક્ષણ,તબીબી, રેલ્વે, ડિફેન્સ, જેવી પબ્લિક સેવાઓ વગેરે રાષ્ટ્રીય સંપત્તિના ખાનગીકરણ પર રોક લગાવવી અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું સંરક્ષણ, બધા માટે નોકરી ની સુરક્ષા ની ખાતરી મનરેગા મા ૨૦૦ દિવસ કામ અને ૬૦૦ દૈનિક વેતન અને બાકી વેતન ની ચૂકવણી. સરકારના વિભાગોમાં ખાલી પડેલા તમામ પદોને તાત્કાલિક ભરવા. યુવાનોમાં વધી રહેલી બેરોજગારી સામે ત્વરિત અને મજબૂત કાર્યવાહી કરવી. જાહેરક્ષેત્ર માં વધતી જતી આઉટર્સોસિંગ પ્રથા નાબૂત કરવી.
આ હડતાલમાં INTUC, AITUC, CITU, HMS, AIUTUC, TUCC, SEWA, LPF, UTUC મુખ્ય શ્રમિક સંઘટનો અને વિવિધ ક્ષેત્રની સ્વતંત્ર ફેડરેશનો જોડાવાના છે.
હડતાલમાં જોડાનાર ક્ષેત્રોઃ ઉદ્યોગ, ખનિજ, પરિવહન, બેન્કો, વીમા, ટેલિકોમ, વિજળી, આરોગ્ય, શિક્ષણ, તેમજ આંગણવાડી, આશા અને મધ્યાホ ભોજન યોજનાઓ જેવી સેવામાં જોડાયેલા કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાવાની શકયતા છે. અમે તમામ કામદારો, ખેડૂત સંગઠનો, બેંક કર્મચારીઓ, અધિકારીઓ, વગેરે હડતાળને સમર્થન આપવા અને ભારતીય કામદારોના હિત માટેના આ સંગઠિત સંઘર્ષમાં જોડાવાની અપીલ કરીએ છીએ. આ હડતાલ ને કારણે લોકો ને થોડી મુશ્કેલી થશે પરંતુ સરકાર ની અવળી આર્થિક નીતિ અને કામદાર કર્મચારીઓ ના કાયદા માલિક તરફી ઘડવા સામે આ હડતાલ છે તે સામાન્ય વર્ગ ને આવનાર દિવસોમાં જરૂર સ્પર્શશે.
(4:18 PM IST)










