તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે મામલે કાલના આંદોલનને રાજકોટ ટ્રાવેલ્સ એસો.નું સમર્થન

રાજકોટઃ તા. ૭, રાજકોટથી જેતપુર સુધીના નેશનલ હાઇવેની ખરાબ હાલત બાબતે કાલે બુધવારે અપાનારા આંદોલનાત્મક કાર્યક્રમોને રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશને સમર્થન જાહેર કરેલ છે.
‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા ટ્રાવેલ્સ એસોસીએશનના આગેવાનએ જણાવ્યુ હતું કે રાજકોટ જેતપુર તરફના નેશનલ હાઇવે અતી ખરાબ હાલત અને તંતની દાદાગીરીનો ટ્રાવેલ્સ ચાલકો અને અન્ય વાહન ચાલકો ભોગ બની રહ્યા છે. નિયમોનું સરેઆમ ઉલંઘન કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. સમારકામ અને ડાઇવર્ઝનના કારણે આ માર્ગો ઉપર સતત ટ્રાફિક જામ રહે છે. ત્યારે આવતીકાલે જનહિતમાં હાઇવે હકક આંદોલન સમિતિએ જે કાર્યક્રમો ઘડી કાઢયા છે તેમાં રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશન પણ સાથે જ છે અને સમર્થન જાહેર કરેલ છે.નિયમ પ્રમાણે ટ્રાફિક સમસ્યા સર્જાય ત્યારે ટોલ ટેકસમાંથી મુકિત આપવાની હોય છે. પરંતથુ આવા નિયમોનું પણ અહીં ખુલ્લેઆમ ઉલંઘન થાય છે ત્યારે વાહન ચાલકો અને ટ્રાવેલ્સ સંચાલકો આ આંદોલનમાં જોડાઇને લડતને મજબૂત બનાવશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રમુખ વિજયસિંહ બી. જાડેજા (મો. ૯૦૩૩૭ ૧૧૧૧૧), ઉપપ્રમુખ પ્રદિપભાઇ થીયારા (મો. ૯૮૨૫૨ ૮૮૫૧૦), રઘુવીરસિંહ ઝાલા (મો. ૯૮૨૫૧ ૭ર૩૬૦), ચિરાગભાઇ સોરાણી, કેવલસિંહ ચૌહાણ, ભાવેશભાઇ કનેરીયા, મુન્નાભાઇ ચોલેરા નજરે પડે છે.
(4:28 PM IST)










